વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો થાઇલેન્ડ છે બેસ્ટ જાણો થાઈલેન્ડના ફરવાલાયક સ્થળો વિષે

0
249

થાઇલેન્ડ (આજનું મ્યાંમાર) સીમા પાસેના પ્રદેશો ગાઢ જંગલોથી ભરેલા છે. જ્યાં લાંબી ડોકવાળી કાયાન્સ સ્ત્રીઓ જોવા મળે છે. આ સ્ત્રીઓને જન્મ બાદ તરત ગળામાં પિત્તળની વલયો પહેરાવી દેવામાં આવે છે જેથી તેઓની ડોક ખેંચાઇને લાંબી બને. ડોકની વધારે લંબાઇ અહીં સુંદરતાનું લક્ષણ ગણાય છે. દર વર્ષે ડોક પર એક વધારાનું વલય ઉમેરવામાં આવે છે.

થાઇલેન્ડના ‘કોહ-સામુઇ’ કિનારાથી થોડે દૂર ‘કોહ તાએન’ ટાપુ આવેલો છે. આ ટાપુ વસાહતો વગરનો, વાંસના જંગલોવાળો, ફળો-નાળિયેરી વગેરેના ગાઢ વૃક્ષોથી ભરેલો છે. આ ટાપુ પર ‘કોહ-સામુઇ’થી બે કલાકની બોટ રાઇડ દ્વારા પહોંચી શકાય છે. તેની આસપાસનું પાણી કાચ જેવું નિર્મળ છે. આસપાસની ટેકરીઓમાં પાણીની નીચે ગુફાઓ આવી છે. અહીં પરવાળાના ખડકો પણ છે.

થાઇલેન્ડના ફુકેટ ખાતે ‘ખાવ સોક નેશનલ પાર્ક’ ટ્રેકિંગ દરમિયાન કાચંડાની જાતિઓ, ગિબન્સ, હોર્નબિલ્સ વગેરે જોવા મળે છે. ટ્રેકિંગ એ સંઘર્ષવાળી પ્રવૃત્તિ છે. ‘ટામ–નામ’નું ટ્રેકિંગ વધારે સંઘર્ષભર્યું છે. દક્ષિણ ફુકેટના જંગલોમાં આવેલા તરતા ગામો જોવા જેવા છે. ‘ખાવ સોક નેશનલ પાર્ક’માંના મોટાં સરોવરોમાં કાથી, વાંસ વગેરેમાંથી બનાવેલા ઘરો તરતા જોવા મળે છે. આ ઘરોમાં જવા માટે ટેકરીઓમાંની અંડરવોટર ગુફાઓમાંથી પસાર થવું પડે છે.

બેન્ગકોકમાં ‘વાટ-અરુન’ નામનું મંદિર સૂર્યોદયના સુંદર દર્શન કરાવે છે. ‘ચાવ ફ્રાયા રિવર’ના સામી તરફના કિનારા પર આવેલું આ પ્રખ્યાત મંદિર શાંત સ્થળે આવેલું છે.

પટાયાથી થોડે દૂર આવેલો કોરલ-આયલેન્ડ ધવલ રેતીવાળો હોવાથી સ્વચ્છ, નિર્મળ લાગે છે. આ ટાપુ ફીણવાળા પાણીના મોજાં, ધવલ તટ, રંગબેરંગી પરવાળા અને હરિયાળા પર્વતોથી સુશોભિત છે. અહીંથી થોડે દૂર ‘સમાઇ બીચ’ છે. સર્ફર્સ માટે આ બીચ શ્રેષ્ઠ છે. આ સિવાય અહીં યોટિંગ, વોટ સ્કીઇંગ અને પેરા-સેઇલિંગ થઇ શકે છે.

‘કોહ-લાન્તા’ ટાપુથી થોડે દૂર આવેલા ‘કાબિ’ પાસે ‘મોરક્કટ-કેવ્ઝ’ આવેલી છે. અહીંનો ‘પિમાલાઇ’ રિસોર્ટ સારો છે. ‘મોરક્કટ-કેવ્ઝ’ કોહ-લાન્તાથી બોટ-રાઇડ દ્વારા ઝઇ શકાય છે. ત્યાં પહોંચવા માટે કેટલીક ટનલો પસાર કરવી પડે છે. ચૂનાના ખડકોની વચ્ચે આ ગુફાઓ આવેલી છે.

‘કોહ-ક્રેટ’ ટાપુઓ પર રહેતા આદિવાસીઓ પાંચ હજાર વર્ષ જૂની પોટરી-ક્રાફ્ટ આજે પણ વાપરે છે. અહીંના મ્યુઝિયમમાં વર્ષો જૂનાં પોટરીના નમૂના જોવા મળે છે. ‘મોન’ આદિવાસીઓ થાઇલેન્ડના સાચા વતનીઓ છે જે પાંચ હજાર વર્ષ પહેલાં મોન્ગોલિયાથી અહીં આવ્યા હતા.

‘ક્રાબિ’ના કોહ-લાન્તા ટાપુની આસપાસ સ્નોરકેલિંગ થઇ શકે છે. પરવાળાના રંગોથી શોભતું નિર્મળ પાણી, સમુદ્રી જીવો અહીંના આંદામાન-સમુદ્રને અત્યંત આકર્ષક બનાવે છે. અહીં ટેબલ-કોરલ્સ, ફ્રેન-શેપ્ડ-કોરલ્સ, વિવિધ રાતા વર્ણના કોરલ્સ, લીલા અને જાંબલી કોરલ્સ જોવા મળે છે.

થાઇલેન્ડના ‘ક્રાએન-ક્રાચન નેશનલ પાર્ક’માં રોક ક્લાઇમ્બિંગ કરી શકાય છે. અહીં બેથી ચાર કિલોમીટરની ટ્રેક્સ પણ છે. શીખાઉ પર્વતારોહકો માટે આ સ્થળ સારું છે. ચારેક કલાકમાં ઉપર પહોંચતાં જ મોટાં ધોધ અને તળાવના દર્શન થાય છે. ફુકેટમાં ‘બોન્ગપાઇ’ જળપ્રપાત છે. ગાઢ જંગલોમાં થઇને આ જળપ્રપાત સુધી પહોંચાય છે. ધોધની લંબાઇ અને પહોળાઇ સફેદ રંગની દીવાલનો અહેસાસ કરાવે છે. માર્ગમાં ઘણાં ગિબન્સ જોવા મળે છે.

કંબોડિયા-થાઇલેન્ડની સીમા પર ‘બટ્ટમબેન્ગ’ ખાતે ખુલ્લી વાંસમાંથી બનાવેલી ટ્ર્ન ચાલે છે. વિશ્વની આ પ્રકારની એકમાત્ર ટ્રેન છે. આ ટ્રેનને રેલવેના પૈડાં પર બેસાડીને ડીઝલ જનરેટર દ્વારા ચલાવવામાં આવે છે. કંબોડિયાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી આ ટ્રેન ખુલ્લી હોવાને કારણે પ્રવાસ દરમિયાન અનેક પક્ષીઓના દર્શન કરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here