કોરોનાથી થતાં મૃત્યુનો દર દરેક દેશોમાં અલગ અલગ કેમ ?જર્મનીમાં કોરોના વાઇરસને કારણે સંકમિત લોકોનાં મૃત્યુનો દર તુલનાત્મક રીતે ઓછો છે .જ્યાં કોરોનાને કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે .એવા ઇટાલીના મૃત્યુદરની સરખામણીએ તો જર્મનીમાં મૃત્યુ દર ઘણો જ ઓછો છે .હાલમાં આંકડા દર્શાવે છે કે જર્મનીમાં સંકમિત લોકોનાં મોતનો દર ૦ .૪ અને ઇટાલીમાં તેનાથી લગગ ૨૦ ટકા વધુ છે .વિશ્વ સ્વાથ્ય સંગઠનનું કહેવું છે કે , આ તફાવત પાછળ ઘણા કારણ છે .પહેલું કારણ એ છે કે પોપ્યુલેશન પિરામિડ અથવા તો દેશની વસ્તીમાં લિંગ અને વયનું વિભાજન એ બાદ દરેક દેશની વસ્તી મેડિકલ અથવા સ્વાધ્ય સેવાની ક્ષમતા પણ અલગ છે .અને છેલ્લે પરંતુ મહત્ત્વનું કારણ છે કોરોના વાઇરસથી સંકમિત કેટલા લોકોની તપાસ થઇ ?છેલ્લું કારણ સૌથી મહત્ત્વનું છે કેમકે તેના આધારે જ આંકડાની સત્યતા પ્રમાણિત થાય છે .કેટલાક દેશોમાં માર્યા ગયેલા લોકોની વધારાની તપાસ કરાઇ અને આંકડા પર ને તેનાથી મળતી જાણકારીઓને પણ અસર થઇ શકે છે .

| મહામારીનો સમય | મૃત્યુદરમાં તફાવતને મહામારીના સમયથી પણ સમજી શકાય છે . જેમકે ઇટાલી અને સ્પેનમાં જ્યાં આ વાઇરસ જર્મની પહેલાં પહોંચ્યો હતો . વાઇરસના સંક્રમણની શરૂઆતથી લઇને ગંભીર દર્દીઓનાં મૃત્યુની સ્થિતિ સુધી પહેંચવામાં સમય લાગે છે . જે કેસોનું સમર્થન થઇ ચૂક્યું છે , તેમાં મૃત્યુનો દર મહામારીના છેલ્લા સમયમાં ઝડપી બની શકે છે . કેટલાય વિજ્ઞાનીઓનું કહેવું છે કે જર્મનીમાં હજુ | મહામારી ગંભીર તબક્કામાં પહોંચી નથી . એ સ્થિતિમાં આવ્યા બાદ મૃત્યુનો દર વધતો જોવા મળે ખરો .
સ્વાથ્ય સેવાઓની સ્થિતિ સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે દેશની સ્વાથ્ય સેવા કોરોના વાઇરસ જેવી કોઇ મહામારીનો સામનો કરવા માટે કેટલી તૈયાર છે ?એ સાથે જ એ પણ જોવું રહે કે શું તે સંક્રમણની ઝડપને રોકવામાં સક્ષમ છે કે કેમ ?ઝડપ રોકવાનો અર્થ એ કે શું સંક્રમણ અને મૃત્યુદર આખી વસ્તીમાં રોગફેલાયા બાદ પણ સ્થિર રાખી શકાય છે ?એ સંભવ છે .ઉદાહરણ તરીકે જોઇએ તો કોરોના વાઇ રસના ગંભીર દર્દીઓને શ્વાસ માટે મદદરૂપ વેન્ટિલેટર મશીનોનો ઉપયોગ કરી તેમને મૃત્યુ પામતા રોકી શકાય એ સંજોગોમાં એ જરૂરી છે કે પૂરતી સંખ્યામાં એવી હોસ્પિટલ , બેડ અને મશીન ઉપલબ્ધ હોય .જો ઘણા ઓછી ઇન્ટેન્સિવ કેર બેડ અને વેન્ટિલેટર હશે તો જે દર્દીઓને તેની સેવા નહીં મળે તેમના મૃત્યુનું જોખમ વધી શકે .
ઇન્ટેન્સિવ કેર બેડ – મોટાપાયે કોરિયામાં કરવા દુનિયાભરમાં ઇન્ટેન્સિવ કેર બેડ કેટલા ઉપલબ્ધ છે , તેની વાત અલગ અલગ છે .જર્મનીમાં દર એક લાખ લોકોમાં ૨૯ બેડ છે , જ્યારે અમેરિકામાં ૩૪ .એ જ રીતે ઇટાલીમાં ૧૨ અને સ્પેનમાં દર એક લાખ લોકોએ ફક્ત ૧૦ ઇન્ટેન્સિવ કેર બેડ છે .અહીં એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે દક્ષિણ કોરિયાએ મોટાપાયે ટેસ્ટ અને દર્દીઓના વોરન્ટાઇનની વ્યવસ્થા દ્વારા જ કોવિડ ૧૯ત્રે ફેલાતો રોક્યો છે .દક્ષિણ કોરિયામાં ૧ લાખ લોકો માટે ઇન્ટેન્સિવ કેર બેડ ફક્ત ૧૦૬ જ છે .દક્ષિણ કોરિયાએ લોકોને ક્વોરન્ટાઇન કરવા માટે સખત નિયમ બનાવ્યો અને શરૂઆતથી જ આ સંક્રમણની ગતિને એક સમાન બનાવી રાખી .એ દેશમાં માંડ ૧૦ હજાર લોકો સંક્રમિત થાય છે .ઇટાલીમાં તેનાથી ૮ ઘણા વધુ જર્મનીમાં ૫ ઘણા વધુ અને સ્પેનમાં ૬ ઘણા વધુ અને અમેરિકામાં ૧૦ ઘણા વધુ લોકો સંક્રમિત થયા .જ્યાં સુધી આ બીમારી ચાલી રહી છે , ત્યાં સુધી અલગ અલગ દેશોમાં તેના સંક્રમણ અને મૃત્યુદરના આંકડા અલગ અલગ જણાશે .એક વખત જ્યારે કોરોના ખતમ થઇ જશે એ પછી જ કદાચ , સૌથી વધુ વિશ્વસનીય આંકડા જાણવા મળશે .
પોપ્યુલેશન પિરામિડ વસ્તીની સરેરાશ વય પણ તેમાં ભૂમિકા ભજવી .શકે છે .વયસ્ક લોકોમાં તેમને પહેલાંથી જે બીમારી હોય તેને કારણે કોરોનાના સંક્રમણનું જોખમ સૌથી વધુ છે .એવી સ્થિતિમાં વાઇરસ માટે તેમની રોગ પ્રતિકાર શક્તિ સામે લડવું ઘણું આસાન હોય છે .સામાન્ય રીતે યુવાનો વધુ સ્વસ્થ રહે છે અને જેમ જેમ આપણી વય વધતી જાય છે , તેમ તેમ આપણી રોગ પ્રતિકારશક્તિ પણ નબળી પડવા માંડે છે અને આપણા માટે સંક્રમક રોગોનો ચેપ લાગવો સરળ થઇ જાય છે .જો કે ફક્ત એટલા માત્રથી જર્મની અને ઇટાલીના તફાવતને સમજી શકાય નહીં .તેનું કારણ એ છે કે બંને દેશોનું પોપ્યુલેશન પિરામિડ લગભગ એક જેવું છે .૨૦૧૮માં જર્મનીની મધ્યમ વય ( સૌથી વધુ વયના અને સૌથી યુવા વસ્તીની સરેરાશ વય ) ૪૬ વર્ષ હતી .7
કયાં લોકોનું પરીક્ષણ થયું ?
અર્થશાસ્ત્રી આંદ્રયાસ બાકહાઉસે ટિવટ કરી જણાવ્યું કે , ઇટાલીમાં કોરોના વાઇરસથી પીડિતોની સરેરાશ વય ૬૨ વર્ષ છે , જ્યારે જર્મનીમાં ૪૫ વર્ષ ( આ રિપોર્ટ લખતી . વેળાએ ) . આ તારણને એ સમજી શકાય કે ઇટાલીના જે | યુવાનોમાં શરૂઆતનાં લક્ષણ દેખાયાં બાદ કોરોનાનું | પરીક્ષણ કરાયું તેની સંખ્યા જર્મનીની સરખામણીએ ઓછી છે . એ સ્પષ્ટ છે કે જ્યારે પરીક્ષણ ઓછું થયું તો સંક્રમિત લોકોની યાદીમાંથી એવા લોકો બહાર જ રહી ગયા , જેમનું પરીક્ષણ નહીં થયું . એ સંજોગોમાં મોતના | દર પર પણ તેની અસર પડી કેમકે ફક્ત ગંભીર રીતે સંક્રમિત લોકોને જ પીડિતોમાં સામેલ કરાયા . ઇટાલીના રાષ્ટ્રીય અખબાર કોરિયર ડેલા સેરાનું કહેવું છે કે , દેશમાં એવા કેસોની સંખ્યા વધુ હોઇ શકે છે , જે અંગે . રિપોર્ટ અપાયો નહીં હોય , તેમાં એવા લોકો પણ સામેલ છે , જે સંક્રમિત થયા અને તેઓ કે જેમના સંક્રમણ બાદ | મૃત્યુ થયાં હોય , દક્ષિણ કોરિયામાં સ્થિતિ બિલકુલ ઊલટી છે . અહીં પ્રશાસને બીજા દેશોની સરખામણીએ ઘણા લોકોનું પરીક્ષણ કર્યું છે . દક્ષિણ કોરિયામાં – કોરોનાને કારણે મૃત્યુનો દર પણ ઘણો જ ઓછો છે .