Home વાતાઁ ધાર્મિક દશામાંની આરતી। દશામાં નો થાળ । દશામાંનો ગરબો। dashamani aarti | divda zagmag

દશામાંની આરતી। દશામાં નો થાળ । દશામાંનો ગરબો। dashamani aarti | divda zagmag

0
દશામાંની આરતી। દશામાં નો થાળ । દશામાંનો ગરબો।  dashamani aarti | divda zagmag

આરતી :1

દીવડા ઝગમગ ઝગમગ થાય,
ગરબો ઘૂમતો ઘૂમતો જાય…

માડી અમે લાવ્યા ચૂંદડી ની જોડ,
માડી તમે પેહરો તો આનંદ થાય…દીવડા ઝગમગ…

માડી અમે લાવ્યા ચુડલી ની જોડ,
માડી તમે પેહરો તો આનંદ થાય…દીવડા ઝગમગ…

માડી અમે લાવ્યા ફુલ્ડાનાં હાર,
માડી તમે ધરો તો આનંદ થાય…દીવડા ઝગમગ…

માડી અમે લાવ્યા નૈવેદ્યનોં થાળ,
માડી તમે આરોગોતો આનંદ થાય…દીવડા ઝગમગ…

માડી તારા બાળકો ગરબા ગાય,
માડી તમે આશિષ આપો સદાય…દીવડા ઝગમગ…

દશામાં વ્રત કથા। અષાઢ વદ અમાસન ।dashama vrat katha । દશામાની વારતા Dashama
https://youtu.be/h-txY9WVLXY

આરતી : 2

દેવી દશામાના ધામે રૂડા ઢોલ નગારા વાગે ખજુરીયા રૂડા ગામે ડંકા દશામાના વાગે હો દશામાની આરતી રે થાય રે ખજુરીયા મટડ દીવડા ઝગમગ ઝગમગ થાય છે ઝીણી ઝાલર વાગે છે નોબત રૂડી વાગે છે ઝીણી ઝાલર વાગે છે નોબત રૂડી વાગે છે ઓ મોમાઈ માની આરતી રે થાય રે સતના રે દીવલડા માના ઝગમગ ઝગમગ થાય છે ઓ વ્હાલી મારી લીલામાના હૈયા એ હરખાય છે હો ઊંચા દેવળ મોમાઈમાના ધરમ ધજા લહેરાય છે મોમાઈમાની મૂર્તિ જોતા મન સૌના હરખાય છે ઓ ઉંચી રે સાંઢણી રે બેઠી મોરા ગઢની માત રે ભારતલીરીક્સ.કોમ ઉંચા કોટડાવાળીમા યામુંડમાનો સાથ રે ગઢ પાવાની મહાકાળી મેતો મઢડે રમતા ભાળી મોમાઈ મોરા ગઢવાળી પરયાડી ખજુરીયાવાળી ઓ મઢડે નવદુર્ગાઓનો વાસ રે ખજુરીયાની માડી સૌના મનની પુરી કરે આશરે ઓ મોમાઈ માની આરતી ધામ ખજુરીયામાં થાય રે ઓ ગુગળ ધ્રુપથી મહેકે મંદિર યમર ઢોળાય છે કંકુ રે કેશરના માને છાંટણા છંકાય છે ઓ ખજુરીયાના મઢડે મારી મોમાઈ પૂજાય છે જ્યોતુંના ઝબકારે માની આરતી સોહાય છે માડી તાળીઓ ના તાલે એવા રંગ અબીલ ગુલાલે રૂડા ઢોલ નગારા વાગે ધેરા શંક નાદ રૂડા ગાજે ઓ ચૌદ ભુવનમાં સંભળાય રે લીલામાની મોનીતી મા મોમાઈ રાજી થાય રે ઓ દશામાની આરતી ધામ ખજુરીયામાં થાય રે ઓ પરચાની પૂરનાર મા મોમાઈ બેઠી ખજુરીયા ધામ રે ભોળી ભાળી મા છે દયાળી ધાર્યા કરે છે કામ રે ઓ લીલામા ના રુદિયે રમતી ભોળી દશામાં આજરે ભાવે ભજ્જો પ્રેમે પુજશો રાખશે માડી લાજ રે માની આરતી જે કોઇ ગાશે મોમાઈ માં વારે થાશે માડી તારા રે પ્રતાપે ધન દોલત ને સુખ થાશે ઓ દેવી મારી દિલની દાતાર રે બળવંતભઈ પરમાર ઉતારે આરતી માની આજ રે ઓ ઝગમગતા દીવલડે આરતી રે થાય છે

દશામાં નો થાળ:

મીનાવાળા દશામાં તમે જમવા પહેલા આવો ને જમવા વહેલા આવો માંડી સહેલીયોને સાથે લાવો

સોમવારે શીરો પુરી જમવા વહેલા આવો ને, ……જમવા વહેલા આવો માંડી સાથે અંબાને લાવજો રે

મીનાવાળા દશામાં તમે જમવા પહેલા આવો ને

મંગળવારે મોહનથાળ જમવા વહેલા આવો ને…….જમવા વહેલા આવો સાથે મહાકાળી ને લાવજો રે

મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને

બુધવારે બરફી પેડા જમવા વહેલા આવો ને…..જમવા વહેલા આવો સાથે બહુચર માને લાવજો રે

મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને

ગુરૂવારે ગુલાબ જાંબુ જમવા વહેલા આવો ને……જમવા વહેલા આવો સાથે ખોડિયાર માં ને લાવો રે

મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને

શુક્રવારે સુત્ર ફેણી જમવા વહેલા આવો ને……જમવા વહેલા આવો સાથે લક્ષ્મીજી ને લાવો રે

મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને

શનિવારે શ્રીખંડ પુરી જમવા વહેલા આવો ને…….જમવા વહેલા આવજો સાથે રાદંલ માને લાવજો રે

મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને…….

રવિવારે રસગુલ્લા જમવા વહેલા આવો ને……જમવા વહેલા આવો સાથે ચામુંડા માને લાવો રે

મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને

જળ જમનાની જાળી ભરાવી આચમન લેવા આવો રે……આચમન લેવા આવો સાથે આશાપુરા ને લાવો રે

મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને

દશામાના વ્રતની કથા અને માહત્મ્ય અચૂક વાંચજો અને શેર કરજો વાંચવા અહી ક્લિક કરો

ગરબા – ૨

આસમાની રંગની ચુંદડી રે .રૂડી ચુંદડી રે , માની ચુંદડી લહેરાય . ચુંદડીમાં ચમકે તારલા રે , રૂડા તારલા રે , માની ચુંદડી લહેરાય નવરંગે રંગી ચુંદડી રે , રૂડી ચુંદડી રે , માની ચુંદડી લહેરાય . ચુંદડીમાં ચમકે હીરલા રે , રૂડા હીરલા રે , માની ચુંદડી લહેરાય શોભે મજાની ચુંદડી રે , રૂડી ચુંદડી રે , માની ચુંદડી લહેરાય . ચુંદડીમાં ચમકે મુખડું રે , રૂડું મુખડું રે , માની ચુંદડી લહેરાય . અંગે દીપે છે ચુંદડી રે , રૂડી ચુંદડી રે , માની ચુંદડી લહેરાય . પહેરી ફરે ફેર ફૂદડી રે , ફેર ફૂદડી રે , માની ચુંદડી લહેરાય . લહેરે પવન ઉડે ચુંદડી રે , રૂડી ચુંદડી રે , માની ચુંદડી લહેરાય . આસમાની રંગની ચુંદડી રે , રૂડી ચુંદડી રે , માની ચુંદડી લહેરાય ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here