આપણે આ રિવાજ દૂર કરવા જેવો ખરો . . !
મૃત્યુ બાદ મૃત્યુ ભોજના એક બિન જરૂરી રિવાજ છે . ……
જે કાઢી નાંખવો જોઈએ ! માણસના મૃત્યુ બાદ તેના પરિવારમાં દુઃખ અને ગ્લાની પ્રસરેલી હોય છે . ત્યારે મરનાર વ્યકિતની પાછળ લૌકિક કિયાના નામે મૃત્યુ ભોજન ( દાડો ) નો રિવાજ ચાલ્યો આવે છે .
આ મત્યુ ભોજનમાં મિષ્ટાન વગેરે બનાવવામાં આવે છે – તથા સગા સબંધીઓ જમવા માટે એકઠા થાય છે . આ કુરિવાજને કારણે એક તો જે પરિવારનું સ્વજન ગયું હોય તેનું દુઃખ હોય છે . ઉપરાંત જે પરિવાર આર્થિક રીતે સધ્ધર ન હોય તેણે પણ આ કુરિવાજને ફરજિયાત અપનાવવો પડે છે …………………
કારણ કે આપણે પાછળથી એમ કહીએ છીએ કે , મૃતક પાછળ ફલાણા કે ઢીમાં ભાઈએ ‘ દાડો ‘ ય ન કર્યો ! શું આ કુરિવાજને દૂર કરવો જોઈએ ? શકય હોય તો મૃતકની પાછળ દાન – પૂણ્ય કરી શકાય .