જરૂરીયાત મંદ છોકરીઓના ઉચ્ચ અભ્યાસના સ્વપ્ન પૂરાં કરી ભણતર ફી ભરે છે

0
278

વડોદરામાં જરૂરીયાત મંદ છોકરીઓના ભણતરની ફી ભરતી નિશિતા

મોરારી બાપુએ ફી ભરવા માટે રૂપિયા 25000 આપ્યા8 વર્ષમાં 23 હજાર છોકરીઓની ફી ભરી  છેલ્લા આઠ વર્ષથી “બેટી બચાવ બેટી પઢાવ” અભિયાન અંતર્ગત આર્થિક રીતે નબળાં પરિવારની છોકરીઓની શૈક્ષણિક ફી ભરતી શહેરની નિશીતા રાજપુત આ વર્ષે 10 હજાર યુવતીઓની ફી ભરવાનું બીડુ ઝડપ્યું છે. જેમાં આઇ.એ.એસ. બનીને કેન્સરગ્રસ્ત પિતાની ઇચ્છા પૂરી કરવા ઇચ્છતી યુવતીનો સમાવેશ થાય છે.

પિતાને કેન્સરથી ચિંતામાં મુકાઈ

છોકરીઓના ઉચ્ચ અભ્યાસના સ્વપ્ન પૂરાં કરી રહેલી નિશીતા રાજપુતની મદદથી શહેરની કૃતિકા ભાટીયા પણ પોતાનું આઇ.એ.એસ. બનવાનું સ્વપ્ન પૂરું કરવા જઇ રહી છે. કૃતિકાએ જણાવ્યું હતું કે, હાલમાં હું એસ.વાય.બી.કોમમાં અભ્યાસ કરું છું. મારા કેન્સરગ્રસ્ત પિતાની અને મારી માતાની હું આઇ.એ.એસ. બનુ. મારી પણ ઇચ્છા છે કે, હું આઇ.એ.એસ. બનું. પરંતુ, મારા પિતા કેન્સરનો ભોગ બનતા હું ચિંતામાં ગઇ હતી. હું હવે ઉચ્ચ અભ્યાસ કેવી રીતે પૂર્ણ કરીશ.

હું મારું અને મારા માતા-પિતાનું સ્વપ્ન કેવી રીતે પૂરું કરીશ. તેવી ચિંતા સતાવતી હતી. ત્યાં મને શહેરમાં છોકરીઓની ફી ભરતી નિશીતા રાજપુતનો સંપર્ક થયો હતો. મેં નિશીતા રાજપુતને મળીને મારી વ્યથા જણાવતા તેઓએ મને ફી ભરવાની હિંમત આપી છે. હવે મને લાગે છે કે, હું મારું અને મારા માતા-પિતાનું આઇ.એ.એસ. બનવાનું સ્વપ્ન પૂરું કરીશ.

151 છોકરીઓની ફી ભરવાથી શરૂઆત કરી

નિશીતા રાજપુતે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સમયમાં કમરતોડ શિક્ષણ ફી હોવાથી આર્થિક રીતે નબળાં પરિવારજનો માટે પોતાની છોકરીઓની ઇચ્છા મુજબ શિક્ષણ અપાવવું મુશ્કેલ થઇ ગયું છે. ત્યારે ફી વિના કોઇ છોકરી અભ્યાસથી વંચિત ન રહે તે માટે છોકરીઓની શક્ય તેટલી ફી ભરી રહી છું. આ વર્ષે 10,000 છોકરીઓની રૂપિયા 1 કરોડ ફી ભરવાનું મારું લક્ષ્યાંક છે.

છેલ્લા 8 વર્ષમાં 23 હજાર છોકરીઓની રૂપિયા 2.55 કરોડ ફી ભરી છે.નિશીતા રાજપુતે 8 વર્ષ પૂર્વે 151 છોકરીઓની ફી ભરીને શરૂઆત કરી હતી. ગત વર્ષે રૂપિયા 69 લાખ છોકરીઓની ફી ભરી હતી. આ વર્ષે 10,000 છોકરીઓની રૂપિયા 1 કરોડ ફી ભરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. જે લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે તેણે મોરારી બાપુએ રૂપિયા 25000 અને યુ.એસ.એ.ના ટ્રસ્ટો સહિત વિવિધ દાતાઓ દ્વારા સહાય મળી છે. નિશીતા દાતાઓ દ્વારા મળતી સહાય ચેક દ્વારા લે છે

સીધો ચેક તે સ્કૂલમાં આપે છે. અને જે છોકરીઓની ફી ભરે છે. તેની વિગત તે જે તે દાતાઓને પહોંચતી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here