સરદાર સંગ યુવા | એકતા દિવસ | દરેક યુવાન એક યુવાન સાથે શેર કરી સંદેશો ઘણા લોકો સુધી પહોંચી શકશે

0
463

“સરદાર સંગ યુવા

એકતા અને અખંડિતતા તો જાણે તેમના જીવન સુત્ર હોય, મક્કમતા અને દીર્ઘદ્રષ્ટિ અને નીડરતા તો જાણે તેમના ખૂનમાં જ હોય, ખરા અર્થમાં ત્યાગ પુરુષ તો તેને જ કહી શકાય,અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ, સરદાર જેવા ઉપનામો તો તેમને જ મળ્યા હોય, પોતાના માટે તો સૌ કોઈ લડી શકે પરંતુ બીજાના માટે લડવાની ભાવના તો તેની પાસે જ હતી, આધુનિક અખિલ ભારતીય સેવા પ્રણાલી ની સ્થાપના કરવા બદલ તેમને ભારતના સદની અધિકારીઓના આશ્રયદાતા સંત તરીકે ઓળખવામાં આવે છે તેવા આપણા સૌના પ્રેરણામૂર્ત એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮મી જન્મજયંતી બધા ને હાર્દિક શુભેચ્છા….

આપણે આજના આ સરદાર જયંતિ ના દિવસને એકતા દિવસ તરીકે ઓળખીએ છીએ ત્યારે આજની આ ૧૪૮ મી જન્મજયંતિ નિમિત્તે સરદાર સાહેબને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકીએ એવું કંઈક કરીએ…

આજના દિવસે આપણે બધા સોશિયલ મીડિયા પર સ્ટોરી, સ્ટેટસ અને પોસ્ટ કરીને અથવા તો સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર જયંતિની ઉજવણી કરતા હોય છીએ ……

આજના દિવસે આપણે બધા સોશિયલ મીડિયા પર સ્ટોરી, સ્ટેટસ અને પોસ્ટ કરીને અથવા તો સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર જયંતિની ઉજવણી કરતા હોય છીએ ….

તો ૧૪૮ મી સરદાર જયંતિ ના દિવસે આપણે બધા સરદાર સાહેબના જીવન વિશે જાણીએ અને તેના વિચારો ને આપણા જીવનમાં ઉતારીને ખરા અર્થમાં સરદાર જયંતિ ની ઉજવણી કરીએ…

આપણે બધા સરદાર ના વારસદાર છીએ એટલે તેના વિચારો અમુક અંશે આપણી અંદર હોય જ છે પરંતુ એ વિચારોને આપણે આપણા પુરતા જ ન રાખીને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ કે જેથી સરદારએ જે રસ્તા પર ચાલીને આપણને એક તાંતણે બાંધા છે તેને આપણે કાયમ માટે એક તાંતણે બાંધી રાખી શકીએ….

આ કાર્ય જો કોઈ સારી રીતે કરી શકે તો એ છે આપણા દેશનું યુવાધન કે જેઓ પાસે સરદાર ના વિચારો છે, સરદાર જેવું મક્કમ અને મજબૂત મનોબળ છે, અને બધાથી વિશેષ આજનું યુવાધન જે ધારે તે કરી શકે એમ છે એટલે આજના દિવસે દરેક યુવાનોએ એક સંકલ્પ કરવો જોઈએ કે મને સરદાર ના વારસદાર તરીકે આ પૃથ્વી પર જન્મ મળ્યો છે તો હું મારા થી બનતા પ્રયત્ન કરીને રાષ્ટ્રહિત ના કાર્યમાં જોડાયશ અને સરદાર સાહેબનું સુત્ર કે ” મને રાષ્ટ્રહિત સિવાય કદી કોઈ સ્વપ્ન આવતાં જ નથી” એ સૂત્રને સાર્થક કરીશ…

આજની યુવાપેઢી અમુક અંશે ફેશન અને વ્યસન ના રંગે રંગાઈ રહી છે ત્યારે આ યુવાપેઢી ને યોગ્ય રસ્તો બતાવવો અને આપણા આદર્શ પુરુષ સરદાર સાહેબના જીવનમાં બનેલા પ્રસંગો પરથી આપણને જે સંદેશા મળે છે તે સંદેશાને સમજીને પોતાના રોજિંદા જીવનમાં ઉતારી ને યુવાપેઢી ને યોગ્ય રસ્તો યુવાપેઢી જ બતાવી શકશે….

આજના દિવસે ૧૦૦,૨૦૦ યુવાનો પણ સરદાર સાહેબના જીવનને સમજીને તેને પોતાના જીવનમાં ઉતારી બીજા યુવાનોને સરદાર સાહેબના વિચારો વિશે વાતો કરીને તેને પોતાના જીવનમાં ઉતારવા માટે કહેશે તો આ સંદેશો ઘણા લોકો સુધી પહોંચી શકશે

જેથી આપણે સરદાર સાહેબની ૧૪૮મી જન્મજયંતીની ખરા અર્થમાં ઉજવણી કરી એવું કહી શકીએ..

હિતાક્ષી ચાચડીયા “ભાવુહી”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here