ખાનગી હોસ્પિટલોના દર નક્કી કર્યા , ચુકવણી દર્દીઓએ નહીં સરકાર કરશે સરકારે નક્કી કરેલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર દર્દી પાસેથી એક રૂપિયોય લઈ શકાશે નહીં , દર્દી પાસે મા કાર્ડ , મા વાત્સલ્ય કાર્ડ કે આયુષમાન કાર્ડ નહીં હોય છતાં સારવાર થશે
કોરોના વાઈરસના વધતા જતા કેસના કારણે રાજ્ય સરકારે લાખો લોકોને રાહત આપતો અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે . કોરોના વાઈરસથી થતી કોવિડ – ૧૯ બીમારીની સારવાર માટે સરકારે દરેક જિલ્લામાં ખાનગી હોસ્પિટલોને સારવાર માટે માન્યતા આપી છે . આવી સરકારે માન્યતા આપી હોય તેવી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દદીની તદ્દન ફી સારવાર કરવામાં આવશે . દર્દી પાસેથી હોસ્પિટલ એક રૂપિયો પણ લઈ શકશે નહીં . દર્દી પાસે મા કાર્ડ , મા વાત્સલ્ય કાર્ડ કે આયુષમાન ભારત એવા કોઈ કાર્ડ નહીં હોય તેમ છતાં પણ તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવશે . આ દર્દીની સારવાર પેટે થનારો ખર્ચ સરકાર ભોગવશે . સરકાર દર્દી દીઠ ઓપીડી અને ઈન્ડોર કેટલા રૂપિયા ચુકવશે તેનાદર આજે આરોગ્ય વિભાગે જાહેર કર્યા છે . સારવા કર્યા બાદ હોસ્પિટલે બીલ મુકીને સરકાર પાસેથી પૈસા લેવાના રહેશે . ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોઈપણ કોવિડ – ૧૯નો દર્દી જાય તો તેની ઓપીડી પેટે સરકાર આ હોસ્પિટલને રૂ . ૨૦૦ ચુકવશે .
જેમાં દવા પણ હોસ્પિટલે આપવાની રહેશે . એક્સ – રે , લોહીની તપાસ પેટે હોસ્પિટલને રૂ . ૨૦૦જ ચુકવાશે . કલેક્ટરે હોસ્પિટલ ડેઝિગ્નેટેડ કરવાની રહેશે મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ હોસ્પિટલ સાથે ઓછામાં ઓછો બે માસનો કરાર કરવાનો રહેશે . પાંચ દિવસની સારવાર બાદ આવનાર દર્દીને નવા દર્દી તરીકે ગણવાનો રહેશે . સરકાર આવી હોસ્પિટલોને ૧૫ લાખ , માસ્ક , હાઈડ્રોક્સિક્લોરોક્વિન પણ આપશે .
ઓપીડી માટેના ચાર્જ ઓપીડી કન્સલ્ટેશન અને દવા એમડી દ્વારા દર્દી દીઠ દર રૂ . 200 દર્દી દીઠ એક્સ – રે , લોહીની તપાસ વગેરે માટે દર્દી દીઠ દર રૂ . 200 હોસ્પિટલને ચૂકવાતાર ખર્ચતું વિવરણ ) ડેઝિગ્નેટેડ હોસ્પિટલ સાથે એમઓયુમાં આઈસોલેશન , એચડીયુ અને આઈસીયુની પથારીની સંખ્યા દર્શાવવાની રહેશે . આ દરોમાં બેડચાર્જ , ડોક્ટર વિઝિટ , નર્સિંગ ચાર્જ , દવાઓ , લેબોરેટરી તેમજ રેડિયોલોજી તપાસ , અનુવર્તી સારવાર , દર્દીના ચા – નાસ્તો , બે ટાઈમ ભોજન , રજા આપ્યા બાદની પાંચ દિવસ સુધીની દવાનો ખર્ચ વગેરે તમામ ચાર્જીસનો સમાવેશ થાય છે . આ હોસ્પિટલોમાં શંકાસ્પદ દર્દીઓની કોવિડ ૧૯ત્ની તપાસ સરકાર દ્વારા નિયત કરેલા પ્રોટોકોલ મુજબ નક્કી કરેલી લેબોરેટરીમાં કરાવવાની રહેશે . દર્દીના સેમ્પલનું કલેક્શન , નિયત કરેલી લેબોરેટરી સુધી પહોંચાડવાની જવાબદારી જે તે હોસ્પિટલની રહેશે . આ ટેસ્ટ માટે થનાર ખર્ચ સરકાર દ્વારા ચુકવાશે .
કોવિડ – ૧૯ના દર્દીઓને આપવામાં આવેલા ઓપીડી , ઈન્ડોરની સારવાર તેમજ કરેલા ટેસ્ટના બીલો સંબંધિત જિલ્લના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીને નિયત કરેલા પત્રકમાં દર્દીને રજા આપ્યા ૧૫ દિવસમાં જમા કરાવવાના રહેશે , કોવિડ – ૧૯ અંતર્ગત કોઈપણ એનએબીએચ એક્રેડિટેશન ધરાવતી હોસ્પિટલને નક્કી થયેલ મળવાપાત્ર દરોથી કોઈ વધારાના પ્રોત્સાહન રકમ ચુકવવાની રહેશે નહીં . ડેઝિગ્નેટેડ હોસ્પિટલોને કોવિડ – ૧૯ અંતર્ગત નિયત થયેલા પેકેજમાં ખાલી પથારીના દર અને ભરેલી પથારીના દરમુજબ જ હોસ્પિટલને ચુકવણું કરવાનું રહેશે . હોસ્પિટલના સ્ટાફનો પગારખર્ચ , વીજળી બીલ જેવા અન્ય કોઈ ખર્ચ ચુકવવાના રહેશે નહીં . આ સમય દરમ્યાન સરકારની કોઈપણ સહાયમેળવતી સંસ્થાઓને સરકારી સહાય મળવાપાત્ર થશે નહીં .
દર્દીઓની સારવાર માટે સરકાર દ્વારા પીપીઈ કિટ , એન – ૯૫ , ટ્રીપલ લેયર માસ્ક , હાઈડ્રોસિક્લોરોક્વિન ગોળીઓ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી દ્વારા પુરી પાડવામાં આવશે . ડેઝિગ્નેટેડ હોસ્પિટલને રૂ . ૧૫ લાખ એડવાન્સ પેટે આપવાના રહેશે . જે તેમના દ્વારા આપવામાં આવેલ સારવારના ખર્ચની સામે સરભર કરવાના રહેશે . ડેઝિગ્નેટેડ હોસ્પિટલોના તમામ સ્ટાફને સેવાના ભાગરૂપે બજાવેલ ફરજ દરમિયાન કોવિડ – ૧૯ સંક્રમિત થઈ અવસાન પામે તેવા કિસ્સામાં તેમના આશ્રિત કુટુંબને સરકારના નિયમોનુસાર સહાય ચુકવવામાં આવશે . ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં સરકાર સાથે સંકલન તેમજ રોજિંદા રિપોર્ટીગ માટે હોસ્પિટલે કો – ઓર્ડિનેટર નિમવાનો રહેશે . સારવાર માટે આવેલ દરેક ઓપીડી તેમજ ઈન્ડોર દર્દીનું રજિસ્ટર નિભાવવાનું રહેશે .