66 લાખ કાર્ડધારકોને રૂા 1000ની સહાય લોકોના ખાતામાં સીધા જમા કરશે

0
380

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધ્યુ છે. એક જ મહિનામાં કોરોનાના 1272 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે અને 48 લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે CMO સચિવ અશ્વિનીકુમાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. 66 લાખ લોકોના ખાતામાં ડાયરેક્ટ રૂા.1000 જમા કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ બીજી પણ કેટલીક અગત્યની જાહેરાત કરી હતી.

  • 66 લાખ કાર્ડધારકોને રૂા 1000ની સહાય
  • દરેકના ખાતામાં થશે રૂપિયા જમા
  • 63 માર્કેટિંગ યાર્ડમાં કામ શરૂ કરી દેવાયુ

CMO સચિવ અશ્વિનીકુમારે આજે રાજ્ય સરકાર તરફથી મહત્વની જાહેરાત કરી હતી. દેશભરમાં કોરોના સંકટ છે ત્યારે 3 મે સુધી લૉકડાઉન છે. આવામાં ગુજરાતમા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં 66 લાખ કાર્ડધારકો માટે મોટી જાહેરાત કરાઈ છે. નેશનલ સિક્યોરિટિ ફૂડ એક્ટ હેઠળ જે લોકો આવે છે તેમને આ લાભ મળશે. 

આ સહાયથી સરકાર પર 660 કરોડનો વધારાનો બોજો

આજે CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 66 લાખ કાર્ડધારકોને 1000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે છે. જે સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે અને આ માટે કોઈ પણ ફોર્મ ભરવાનું રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે આ સહાયથી સરકાર પર 660 કરોડનો વધારાનો બોજો વધશે. 

કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં

અશ્વિનીકુમારે કહ્યું હતું કે આ સહાય તાત્કાલિક ધોરણેથી આપવામાં આવશે અને સોમવારથી લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરવાના શરૂ થઈ જશે. આ રકમ મેળવવા માટે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં. 

અનાજ વિતરણ ચાલુ રહેશે

જ્યારે તેમણે APL 1 કાર્ડધારકો માટે શરૂ કરાયેલી અનાજ વિતરણ વ્યવસ્થા વિશે માહિતી આપતા કહ્યું હતું કે સંતોષકારક રીતે આ યોજનાનો લાભ લોકોએ મેળવ્યો છે. જ્યારે કેટલાંક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાનો હક છોડ્યો હતો જેનાથી વધુને વધુ લોકોને લાભ મળે. કેટલાંક લાભાર્થીઓ અનાજ લેવા માટે બાકી રહ્યાં છે તો તેમને પણ હજુ અનાજ મળશે. એટલે કે જેનો અર્થ એ છે કે હજુ અનાજ વિતરણ બંધ કરાયું નથી અને આગામી દિવસોમાં પણ અનાજ અપાશે.

ઓઈલ મીલ ચાલુ કરાશે

સીએમઓ સચિવ અશ્વિની કુમારે કહ્યું કે સિંગતેલ મુદ્દે સીએમ રૂપાણીએ ઓઇલ મિલના માલિકો અને કલેક્ટર સાથે  બંધ મિલ ચાલુ કરવા માટે ચર્ચા કરી છે. આ ઉપરાંત અમદાવાદ કમિશનર સાથે CMએ વીડિયો કોન્ફરસથી ચર્ચા કરી છે. ગુજરાત સરકારે રાજકોટ વેન્ટીલેટર મોકલ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here