નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકાર માસિક રૂ. ૪૦૦ આર્થિક સહાય યોજના વિષે વાંચો અને શેર કરો

0
331

લાભ કોને મળી શકે ? : નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે. ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે. અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.,૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ. ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.
લાભ શુ મળે ?: અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર હોય તો માસિક રૂ. ૫૦૦/- લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્‍ટમાં ડી.બી.ટી. ધ્‍વારા જમા કરાવવામાં આવે છે.
અરજીપત્રક ક્યાંથી મળશે ?: અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે. જિલ્લા કલેક્ટર કચેરી. પ્રાન્ત કચેરી. તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્‍દ્ર.
અરજી મજૂર કરવાની સત્તા કોને છે ?: અરજદારની મળ્યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી મંજૂર / નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે.
સહાય ક્યારે બંધ થાય.: ૨૧ વર્ષનો પુત્ર થતાં. વાર્ષિક આવક વધુ થતાં.
અપીલની જોગવાઈ: અરજી નામંજૂર થતા પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.

વય વંદના (ઇન્દિરાં ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના) :

આ યોજનાનો લાભ ગરીબી રેખા નીચે જીવતા (બીં.પીં.એલ.) નિરાધાર વૃધ્ધ જેમની ઉંમર ૬૫ વર્ષથી ઉપર છે તેવા વૃધ્ધ વ્યકિતઓ મેળવી શકે છે.

પાત્રતાના ધોરણો

  • અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ. અપંગ અરજદારના કિસ્સામાં ઊંમર ૪પ વર્ષથી વધુ અને અપંગતાની ટકાવારી ૭૫% થી વધુ હોવી જોઈએ
  • ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. પુત્ર હોય પરંતુ શારીરિક, માનસિક અપંગતા ધરાવતો કે કેન્સર, ટી. વી ગંભીર માંદગીથી પીડાતો હોય.
  • અરજદારની વાર્ષિક આવક
    • ગ્રામ્ય વિસ્તાર માટે રૂા.૪૭,૦૦૦/-
    • શહેરી વિસ્તાર માટે રૂા.૬૮,૦૦૦ થી વધુ ન હોય

સહાય કોને મળી શકે

૧. ૬૫ વર્ષ કે તેથી વધારે વય ધરાવતા સ્ત્રીઓ તેમજ પુરૂષો ૨. ગરીબી રેખા નીચે જીવતા કુંટુંબો યાદીમાં સમાવેશ હોય

મળવાપાત્ર સહાય

  • વૃધ્ધ વ્યકિતને રૂા. ૪૦૦ પ્રતિ માસ (મનીઓર્ડર દ્વારા પોસ્ટમાંથી૮૦ વર્ષ કે તેથી વધારે ઉંમર હોય તો રૂ.૭૦૦ પ્રતિ માસ

આધાર પુરાવા

૧. બી.પી.એલ. રાશન કાર્ડ ( બી.પી.એલ. યાદીમાં સમાવિષ્ટ હોવાનો પુરાવો ) ૨. ઉમરના પુરાવા (જન્મનો દાખલો , શાળાનું પ્રમાણ પત્ર,અથવા , મેડીકલ ઓફિસરનો દાખલો) ૩. પાસપોર્ટ સાઇઝ ફોટા ૪. ચુંટણી કાર્ડ મામલતદાર કચેરી.

અરજી કયાં કરવી

અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here