જામુન માવા વેનીલા આઇસક્રિમ ઘરે બનાવો જાણીલો રેસીપી

આઈસ્ક્રીમ બનાવવા માટે જરૂરી સામગ્રીઓ

1. સુગર ૩ ટેબલ સ્પૂન 
2. G.M.S. પાવડર ૧/૨ ટેબલ સ્પૂન 
3. C.M.C. પાવડર ૧/૪ ટી સ્પૂન 
4. કોર્ન ફ્લોર ૧ ટેબલ સ્પૂન 
5. ફ્રેશ ક્રિમ ૧/૪ કપ 
6. વેનિલા એસેન્સ ૧/૨ ટી સ્પૂન 
7. જાંબુ માવો નો પલ્પ ૧ કપ

આ રીતે બનાવો જામુન માવા વેનીલા આઇસક્રિમ

  1. જાંબુ ને હાથ થી મસળી માવો અલગ કરી મિક્સરમાં થોડુ પીસી લેવું. વધારે પડતું લીસુના પીસવું. 

2. થોડું મિલ્ક કાઢી તેમાં C.M.C., G.M.S., કોર્ન ફ્લોર સારી રીતે મિક્સ કરો. બાકી નાં મિલ્ક માં સુગર ઉમેરી ગરમ કરવા મૂકો. 

3. ગરમ થાય પછી તેમાં બધાં પાવડર ઉમેરેલું મિલ્ક મિક્સ કરી ૨-૩ ઉભરા આવે તેટલું ગરમ કરી ગૅસ બંધ કરો. 

4. ઠંડુ કરી ડબ્બા માં ભરી ડીપ ફ્રિઝમાં 

5. સેટ થવા મૂકો.. 

6. સેટ થઇ જાય પછી બહાર કાઢી હેન્ડ મિક્સરથી લો સ્પીડ પર ચર્ન કરો. હવે તેમાં ક્રિમ, એસેન્સ ઉમેરી હાઇ સ્પીડ પર ચર્ન કરો. 

7 આઇસક્રિમ ની કવૉન્ટીટી ડબલ થઇ જશે. આઇસક્રિમ(Icecrum) એકદમ સોફ્ટ અને ફૂલીને ડબલ થાય ત્યાં સુધી ચર્ન કરો. ડબ્બામાં મૂકી ડીપ ફ્રિઝરમાં સેટ કરવાં મૂકો. 

8. સાધારણ ઢીલો હોય ત્યારે બહાર કાઢી જાંબુનો પલ્પ મિક્સ કરી ફરીથી સેટ કરવા મૂકો. જામી જાય પછી સર્વ કરો. 

9. તૈયાર છે જાંબુ વેનીલા આઇસક્રિમ.(Icecrum)

Leave a Comment