અેકેય હોસ્પિટલમા હાથ ન પકડ્યો છેવટે આ ડોક્ટર દેવદૂત બનીને સાવ મફતમાં ઓપરેશન કર્યુ

કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ વાત ફરી એક વખત સાબિત થઇ છે. રસીલાબેન દેવળીયા કેશોદના રહેવાસી છે.જેઓ છેલ્લા બે વર્ષથી abdominal pain તથા વધારે માસિકની સમસ્યાથી પીડાતા હતા. તેઓ મિડલ ક્લાસ પરિવારથી હોવાને કારણે તેમને અસહ્ય પીડાની સારવાર પણ કરાવી શકતા ન હતા. એકવાર તેમને અસહ્ય દુખાવો પેટમાં ઉપડતા તેમણે સોનોગ્રાફી કરાવી અને ત્યારે તેમને uterus તથા ovariesમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું.

પરિસ્થિતિ સારીના હોવાના કારણે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બતાવ્યું હતું. ત્યાં તેમને એબ્ડોમીનલ હિસ્ટેરેક્ટોમી માટે ઓપેરશન ટેબલે ઉપર લીધા હતા અને spinal એનસ્થેસીયા પછી પેટ પર ચીરો મૂકીને ગર્ભાશય કાઢવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવી હતી. પરંતુ ગર્ભાશયના પાછળના ભાગે આંતરડા વધારે માત્રમાં ચોટેલા હોવાથી તેમણે સર્જનનો ઓપિનિયન લીધો હતો અને ઓપેરશન ટેબલે પર ઓપેરશન તાત્કાલિક બંધ કરીને અન્ય વોર્ડમાં શિફ્ટ કર્યા હતા.

જોકે તેમની સમસ્યાનું નિદાન ન થતા ત્યાર બાદ તેમણે રાજકોટમાં 2 હોસ્પિટલમાં બતાવ્યુ હતું. ત્યાં 3-4 દિવસ એડમિટ થયા હતા અને ત્યાં તેમને પૈસાની અગવડતાના કારણે તે ત્યાંથી પાછા આવી ગયા હતા. ત્યાર બાદ રાજકોટ સિવિલમાંથી પણ તેમને ઓપેરશન માટે યોગ્ય સહયોગ ન મળતા રસીલાબહેને ચાપરડા તથા વેરાવળની આદિત્ય બિરલા હોસ્પિટલમાં બતાવ્યુ હતું. ત્યાંથી તેમને અમદાવાદ સિવિલમાં આવવાની સલાહ મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.

જોકે દર્દી રસીલાબેનના ભાભી 15 દિવસ પહેલા તેમને નરોડા હરીદર્શન ચોકડી ખાતે આવેલ અંકુર મેટરનિટી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. તેમણે ડોક્ટર મોહિલ પટેલને દર્દીની આર્થિક પરિસ્થિતિ અને બિમારીથી વાકેફ કર્યા હતા. ત્યારબાદ મોહિલ પટેલ દ્વારા આખા કેસને પોતાના હાથ પર લેવામાં આવ્યો હતો. મોહિલ પટેલે રસીલાબેનને હોસ્પિટલમાં બોલાવી તેમનો MRI રિપોર્ટ કર્યો હતો. તેમાં તેમને એન્ડોમેટ્રિઓસિસ નામનો રોગ છે તેવું નિદાન થયું હતું.

એન્ડોમેટ્રિઓસિસ એક રોગ કે જે એક BENIGN કેન્સર કન્ડિશન છે. જેમાં માસિકનો ભરાવો પે ની અંદર થઈ જાય છે તેથી માસિક આવતી વખતે તેમને પીડા ખુબ રહે છે. આ રોગમાં માસિકનો ભરાવો ગર્ભાશયની આજુ બાજુ અંડકોષ તથા tubes તથા આંતરડામાં તેમજ મૂત્રાશયની નળી માં પણ થાય છે. જેથી તે બધીજ વસ્તુ ગર્ભાશય સાથે ચોંટી જાય છે. અંડકોષમાં તો ચોકોકલ સીસ્ટ પણ થઈ જાય છે. આ બધી જ વસ્તુ રસીલાબેનના કેસમાં હતી.

MRI રિપોર્ટ બાદ તેમના બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. તેમને સારવાર માટે બ્લડ ઓછું હોવાથી 3 બોટ્ટલ બ્લડ પણ નિઃશુલ્ક ચડાવવામાં આવ્યું હતું. એનસ્થેસીયા કે ઓપેરશન કે કોઈ પણ જાતનો ખર્ચો લીધા વગર ડોક્ટર મોહિલ પટેલે દૂરબીન(LAPAROSCOPY)થી ઓપેરશન કરી ગર્ભાશય કાઢી આપવામાં આવ્યું હતું. જો એન્ડોમેટ્રિઓસિસ આંતરડામાં હોય તો સંડાસ કરતી વખતે પીડા થાય છે. જો પેશાબની નળીમાં હોય તો પેશાબ જતી વખતે પણ પીડા થાય છે. સમગ્ર કેસમાં ડોક્ટર મોહિલ પટેલ રસીલાબેન માટે દેવદૂત બનીને આવ્યા હતા. તેમણે તમામ સારવાર મફતમાં કરી હતી અને રસીલા બેનને મોતના મુખમાંથી ઉગાર્યા હતા. સરકારી હોસ્પિટલોમાં તેમની સારવાર શક્ય બની ન હતી અને ખાનગી હોસ્પિટલમાં ત્રણથી ચાર લાખનો ખર્ચ થતો હોવાથી રસીલાબેન પોસાય તેમ ન હતું.

ડૉં. મોહીલ પટેલે કહ્યું હતું કે રસીલાબેનની આ પરિસ્થિતિને નજર અંદાજ કરાય એવી ન હતી. જો આવું કોઈ લક્ષણ કોઈપણ સ્ત્રી ને દેખાય તો તાત્કાલિક સારવાર માટે ગાયનૅકોલૉજિસ્ટનો સંપર્ક કરવો જરૂરી બને છે.. આ કેસ અમારા માટે પડકાર સમાન હતો. જોકે રસીલાબેનના આ પડકારને અમે ઝીલ્યો હતો અને તેમને નિઃશુલ્ક નિદાન તથા LAPAROSCOPY ઓપેરશન કરી પીડામુક્ત કર્યા છે.પીડામુક્ત કર્યા છે.

Leave a Comment