ગુજરાતના પ્રખ્યાત લોક નૃત્ય | gujarat na lok nruty | gujarati lok nruty | ગુજરાતના નૃત્યો

0
1225

ગુજરાતના નૃત્ય

1.  હીંચ નૃત્ય: ભાલ પ્રદેશ અને કાઠિયાવાડમાં ગાગર હીંચ નૃત્ય પ્રચલિત છે. લગ્ન પ્રસંગે ઢોલને તાલે હીંચ નૃત્ય થાય છે. હાથમાં થાળી કે ઘડો લઈને પણ હીંચ નૃત્ય કરવામાં આવે છે.

2. ભરવાડોના ડોકા અને હુડા રાસ: સૌરાષ્ટ્રના ભરવાડો હાથમાં પરોણા કે પરોણીઓ લઈને ડોક રાસ કરે જયારે હુડા રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે સામસામાં હાથના તાલ અને પગના ઠેકા વડે સંઘ નૃત્ય કરે છે

3. દાંડિયા રસ:  સૌરાષ્ટ્રના પુરુષો અને ખાસ કરીન મેર પુરુષોનું નૃત્ય

4: ગોફ ગૂંથન રાસ: સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું નૃત્ય જેમાં નૃત્ય સાથે રંગીન દોરીની મનોહર ગૂંથણી ભરાય છે અને ઉકેલાય છે

5. રાસડા: ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં સૌરાષ્ટ્રના પુરુષો દ્વારા કરાતું નૃત્ય

6. તલવાર રાસ: સૌરાષ્ટ્રની શુરવીર કોમો હાથમાં તલવાર અને ઢાલ લઈને જે નૃત્ય કરે તે

7.સૌરાષ્ટ્રનું ટીપ્પણી નૃત્ય: ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય, તેમજ ખારવણ બહેનોનું નૃત્ય

8.જાગ નૃત્ય: જવરને બાજોઠ પર રાખી માથે મૂકીને જનોઈ, શ્રીમંત કે નવરાત્રી પ્રસંગે કરવામાં આવતું નૃત્ય

9.પઢોરોનું મંજીરા નૃત્ય: ભાલ-નળકાંઠાના પઢોરો દ્વારા  મંજીરાનો સુભગ તાલમેળ સાથે કરાતું સંઘનૃત્ય

1૦.સીદીઓનું ધમાલ નૃત્ય: મૂળ આફ્રિકાની પણ ગુજરાતમાં સ્થાયી થયેલ મુસ્લિમ સીદી લોકો આ નૃત્ય કરે છે મુશીરા(મોટો ઢોલ), ધમાલ (નાની ઢોલકી) અને સ્ત્રીઓના વાજિંત્રો ‘માયમી સરા’ સાથે આ નૃત્ય કરવામાં આવે છે

11. વણઝારાનું બેડાં નૃત્ય: વણઝારી બહેનો માથે સાત-સાત બેડાં લઈને નૃત્ય કરે છે

12.ઠાગા નૃત્ય: ઉતર ગુજરાતના ઠાકોરોનું ખાસ કરીને હોળીના તહેવાર નિમિતે હાથમાં ધોકા અને તલવારો લઈને કરવામાં આવતું નૃત્ય

13.વણઝારાનું હોળી નૃત્ય: ગુજરાતમાં વસતા મારવાડીઓ હોળી વખતે પુરુષ ખભે મોટું મૃદંગ મુકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ  લઈને નૃત્ય કરે છે

14.ઢોલો રાણો; ગોહિલવાડ પંથકના કોળીઓ પાક ખળામાં આવે ત્યારે આ નૃત્ય કરે છે

15.મરચી નૃત્ય: લગ્ન પ્રસંગે તુરી સમાજની બહેનો તાળી પડ્યા વગર, હાથની અંગે ચેષ્ટાઓ દ્વ્રારા નૃત્ય કરે છે

16. ડુંગરદેવ નૃત્ય: ડાંગના આદિવાસીઓનું લોકનૃત્ય છે

17. ચારખી નૃત્ય: પોરબંદર મેર જાતિના લોકોનું નૃત્ય છે

18. મેરાયો નૃત્ય: બનાસકાંઠાના ઠાકોરોનું લોકનૃત્ય છે

19. રૂમાલ નૃત્ય: મહેસાણા જીલ્લાના ઠાકોર હોળી તથા મેળાના પ્રસંગે હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે

20. હાલી નૃત્ય: સુરત જીલ્લાના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય છે

21.ઘેરીયા નૃત્ય: દક્ષીણ ગુજરાતના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય છે

22.પંચમહાલના ભીલોનું યુદ્ધ નૃત્ય: પંચમહાલના ભીલ જાતિના આદિવાસીઓ તીરકામઠા , ભલા વગેરે હથિયારો સાથે રાખી ચિચિયારી પાડીને નૃત્ય કરે છે

23.આલેણી-હાલેણી નૃત્ય: વડોદરા જીલ્લાના તડવી જાતિની આદિવાસી કન્યાનું ઋતુ નૃત્ય છે

24.ડાંગ જીલ્લાના આદિવાસીઓનું ‘ચાળો’ નૃત્ય:ડાંગ જીલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે

25.શિકાર નૃત્ય:ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું અને ભલા લઈને શિકારે જતા હોય ટેમ દેકારા-પડકારા કરીને શિકાર-નૃત્ય કરે છે

26.આદિવાસીઓનું તલવાર નૃત્ય: દાહોદ વિસ્તારના આદિવાસી પુરુષો માથે ફેંટો બાંધી, શરીરે કાળા કબ્જા પહેરી, બુકાની બાંધી તલવાર લઈને નૃત્ય કરે છે

27. માંડવા નૃત્ય: વડોદરા જીલ્લાના તડવી આદિવાસીઓનું લોકનૃત્ય છે

28.હળપતિઓનું તુર-નૃત્ય: દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓ લગ્ન કે હોળીના ઉત્સવ પ્રસંગે સાથે લાકડીના દંડીકા વડે કાંસાની થાળી વગાડીને નૃત્ય કરે છે

29. ગરબો: નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના માટે સ્ત્રીઓ દ્વારા થતું નૃત્યગાન,સંઘ નૃત્ય, કોઈકવાર પુરુષો જોડાય છે.

30.ગરબી: ગરબી મોટે ભાગે પુરુષો દ્વારા થતું સંઘ નૃત્ય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here