વરૂથિની એકાદશી વારતાનુ માહાત્મ્ય અને વ્રત કથા

0
230

વરૂથિની એકાદશી ચૈત્ર વદ -૧૧ ) યુષિષ્ઠિરે પૂછયું : ‘ હે ભગવન્ ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે ? કૃપા કરીને એનો મહિમા બતાવો . ‘ શ્રીકૃષ્ણ બોલ્યોઃ ‘ રાજ ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં ‘ વરૂથિની એકાદશી ’ આવે છે . તે ઈન્દ્ર લોક અને પરલોકમાં પણ સોભાગ્ય પ્રદાન કરનારી છે . ‘ વરૂથિનીના વતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે . જે ફળ દસ હજાર વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે , એ જ ફળ સાવરૂથિની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે . નૃપહેઠ ! ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે . ભૂમિદાન એના કરતાં પણ મોટું છે . ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વ તલદાનનું છે . તલદાનથી વધારે સુવર્ણ દાન અને સુવર્ણ દાનથી વધારે અન્નદાન છે . કારણ કે દેવતા , પિત્રો તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે . વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ માદાનસમાન જ બતાવ્યું છે . ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે . આ સાક્ષાત્ ભગવાનનું કથન છે . આ બહાદાનોથી પણ મોટું વિઘાદાન છે . મનુષ્યો વરૂથિની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે . જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે , તેઓ પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે .

આથી સર્વ પ્રકારના જોઈએ . પ્રયત્નો કરીને કન્યાદાનથી બચવું જોઈએ . એને પોતાના કામમાં ન લેવું જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે , એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ફળ પ્રાપ્ત કરી શકે છે . ચિત્રગુપ્ત પણ અસમર્થ છે . વરૂથિની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું રાજ ! રાત્રે જાગરણ કરીને જે ભગવાન કાનુડાનું પૂજન કરે છે , એ બધા પાપોથી મુક્ત થઈને પરમગતિને પ્રાપ્ત થાય છે . આથી પાપભીરૂ મનુષ્યોએ પૂર્ણ પ્રયત્ન કરીને આ વ્રત કરવું જોઈએ . યમરાજથી ડરનારા મનુષ્ય વરૂથિનીનું વ્રત કરવું . રાજન્ ! આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે તથા મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે . ”

વારતા સાંભળવા માટે નીચેની લિંક ઉપર કલીક કરો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here