વાવાઝોડાથી બચવાના ઉપાયો આ પોસ્ટ ને ભૂલ્યા વગર શેર કરી દેજો જેથી બધા ને માહિતી મળતી રહે..

 વાવાઝોડા પહેલાની તૈયારી

રહેઠાણની મજબુતીની ખાતરી કરી લો , અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો . •

સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો .

આપના રેડીયો સેટને ચાલુ હાલતમાં રાખો , ચકાસી લો .

સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્નો કરો . •

ઢોર – ઢાંખરને ખૂંટાથી છૂટા કરી રાખો . • માછીમારોને દરિયામાં જવું નહી , બોટ સલામત સ્થળે લાંગરવી .

અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું . • આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો .

સુકો નાસ્તો , પાણી , ધાબળા , કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો .

અગત્યના ટેલીફોન નંબર હાથ વગા રાખો .

વાવાઝોડા દરમ્યાન

જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી .

રેડીયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો .

વાવાઝોડા સમયે બહાર નિકળવાનું સાહસ કરવું નહી .

વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી હિતાવહ નથી .

વીજ પ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા સલાહ આપવી .

દરિયા નજીક , ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઉભા રહેશો નહી .

વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી .

માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી .

મોબાઇલ ફોન અગાઉ ચાર્જ કરી લેવા.  અગરીયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશ્રય લેવો

ખોટી અથવા અધૂરી જાણકારીવાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો , આધારભૂત સૂચનાઓને અનુસરો . વાવાઝોડા બાદ બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ , પોલીસ , મ્યુનિસિપાલીટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી . અસરગ્રસ્તોની મદદ કરવી , બચાવ કરવો , સલામત સ્થળે લઈ જવા . • જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી . ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું . • અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી .

દરિયા કાંઠા વિસ્તારમાં રહેતા લોકો એ ખુબજ સાવચેત રહેવા અને બધી તૈયારી પૂરી કરી લેવા નો સમય આવી ગયો છે..

Leave a Comment