ગુજરાતમાં ઘરે ઘરે આવશે પાણીના મીટર જો કોઈ પાણી વિતરણ સુવિધાને નુકસાન પહોંચાડશે તો થશે 2 વર્ષની જેલ

રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલ્યું હતું. ત્યારે પાણીના થતાં બગાડ અટકાવવા રાજ્ય સરકારે નિર્ણય લ ઇ મોટું પગલું ભર્યું છે. ત્યારે વિધાનસભામાં ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પાણીનો ઉપાડ અને પાણી પુરવઠાની સુવિધાને થતુ નુકસાન અટકાવવા તૈયાર કરાયું છે. જળ એજ જીવન છે ને સાર્થક કરવા માટે આ નિર્ણય લીધો છે

વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા (સુધારા) વિધેયક અને ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા(સંરક્ષણ) બિલ એમ બે બિલ રજૂ કર્યા હતા. ગુજરાત ઘર વપરાશ વિધેયકમાં પાણી પુરવઠા સિસ્ટમને નુકસાન માટે કરવા માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે. જો પાણીના વિતરણ સિસ્ટમે નુકસાન પહોંચાડનાર વયકતિને 2 વર્ષની જેલ અને 1 લાખ સુધીનો દંડ કરવામાં આવશે.

ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા સરંક્ષણ વિધેયક 2019માં ઘરવપરાશ કે ઔદ્યોગિક એકમોના વપરાશના પાણી પુરવઠાની સિસ્ટમને જરાય છેડછાડ કરનારે કડક સજા થશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાણી વિતરણ સિસ્ટમને નુકસાન પહોંચાડનારને 2 વર્ષ સુધીની જેલ અને 1 લાખ સુધીનો દંડ. પાણી પુરવઠા વ્યવસ્થાના સંચાલનમાં અવરોધ પેદા કરે તો 3 મહિના જેલ અને 20 હજાર સુધીનો દંડ. પાણી વિતરણ વ્યવસ્થામાં ચેંડા, પ્રવાહ બદલવા માટે વાલ્વમાં ગરબડ અને માપણીના સાધનો સાથે ચેડા કરે તો 6 મહિનાની જેલ અને 50 હજાર સુધીનો દંડની જોગવાઈ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *