પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 1 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 1

0
545

પુરુષોત્તમ માસ કથા pdf | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 1 | purushottam maas vrat katha | purushottam maas katha in gujarati | પુરુષોત્તમ માસ કથા

પુરુષોત્તમ માસ પ્રથમ આધ્યાય – 1 : નેમિષારણ્ય

સુદ ૧ આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા

અધ્યાય પહેલો નૈમિષારણ્યમાં યજ્ઞ અધ્યાય પહેલો •

કાંઠા ગોરમાની કથા |સંકીર્તન

નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઇચ્છાથી ભૃગુ , અગસ્ત્ય , કપિલ , કાત્યાયન , ગૌતમ , કૌશિક , અત્રિ , ગર્ગ , જમદગ્નિ , ભારદ્વાજ , શૌનક , જૈમિનિ , ઉદ્દીલક આદિ અનેક ઋષિ – મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા , તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા , તે સમયે શ્રીવ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા . તેમને જોતાં ત્યાં એકત્ર થયેલ બધા મુનિઓ એકદમ ઊભા થઈ તેમને વીંટળાઈ વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સંભળાવવા ઇચ્છા વ્યક્ત કરી .

ઋષિ – મુનિઓની કથા સાંભળવાની ઇચ્છા જાણી સૂત પુરાણીએ કહ્યું : ‘ ‘ હે મુનિશ્રેષ્ઠી ! આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે , જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે . હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશથી તીર્થયાત્રા અર્થ નીકળેલ છું . હુંપુષ્કર , મથુરા , પ્રયાગ , કાશી , ગયા આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો , પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધાં તીર્થક્ષેત્રમાં ફરી બદરિકાશ્રમ ગો હતો . ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધક્ષેત્ર ( સિદ્ધપુર ) ગયો હતો . ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો .

ત્યાં મને ખબર મળી કે ‘ રાજા પરીક્ષિત રાજપાટ છોડી ઋષિશાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે . ત્યાં શ્રી વ્યાસજીના સોળ વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી શુકદેવજી કથા કહેવાના છે . ’ અહીં અનેક ઋષિ – મુનિઓ , તપસ્વીઓ કથા સાંભળવા એકત્ર થયા હતા . હું પણ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં જઈ પહોંચ્યો . એક ઊંચા આસન ઉપર શ્રી શુકદેવજી બિરાજમાન હતા .

આસપાસ અનેક ઋષિ – મુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા . રાજા પરીક્ષિતે શ્રી શુકદેવજી સમક્ષ જીવનમુક્તિ થાય તેવી કથા સંભળાવવા વિનંતી કરી . આ વિનંતીને માન આપી શ્રી શુકદેવજીએ શ્રીમદ્ ભગવદ્ કથાનો આરંભ કર્યો . આ શ્રીમદ્ ભગવદ્ કથા સાત દિવસ ચાલેલ . સાતમે દિવસે પરીક્ષિત રાજાની જીવનમુક્તિ થઈ તે મેં પ્રત્યક્ષ જોયું હતું . ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગ કલ્યાણાર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ – મુનિઓ એકઠા થનાર છે . આપ બધાનાં દર્શનના હેતુથી હું અહીં આવ્યો છું , હું આપનાં દર્શન કરીને કૃતકૃત્ય થયો છું .

‘ શ્રી બૃહશારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ નેમિપારણ્યમાં યજ્ઞ ’ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ ,

હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .

કાંઠા ગોરમાની કથા નદી કાંઠે એક રમણીય ગામ હતું . તેમાં એક ડોશી તેના બે ‘ દીકરા અને બે વહુઓ સાથે રહેતી હતી . ઘરમાં ક્લેશ થતાં બે દીકરાઓ અલગ થઈ ગયા . તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર નહોતા , તેથી ડોશી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી . આમ ત્રણે જણા જુદા જુદા ઘરમાં રહેતાં હતાં . પણ વાર – તહેવારે ભેગાં મળી આનંદ માણતાં .

ડોશી ધાર્મિક વૃત્તિનાં હતાં . તે રોજ સવારે ઊઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતાં લેતાં નદીએ નાહવા જતાં . તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી . તેઓ કાંઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતાં . જ્યારે મોટા દીકરાની વહુ ઊઠતાં જ ઘરની ઝંઝટમાં લાગી જતી . દીકરા , દીકરી અને પતિને ‘ આ કરો , તે કરો ’ તેમ હુકમો છોડ્યા કરતી .

તે બે પૈસે સુખી હતી , તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું . સાથે કંઈક હતું , એથી તો તેના અભિમાનનો પારો ઓર ચઢ્યો હતો . તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી . ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી . દેરાણી ભોળી હતી . એક દિવસ નદીએ જતાં તેણે જેઠાણીને ઘેર જઈ કહ્યું : “ જેઠાણી , આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો . ત્યાં જઈને કાંઠા ગોરમાનું પૂજન કરીશું , પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવા સ્મરણ કરતાં ઘેર આવી જઈશું . ’ ” ” જેઠાણી કહેવા લાગી : ‘ આ તો નવરાનાં કામ છે . નાહવાનું તો ફક્ત બહાનું છે , પણ ત્યાં બધાં ભેગાં મળી ગામની નિંદા કરતા હોય છે . આમાં આપણું કામ નહિ મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું . મારે ઘેર આવનારાં ઘણાં . મારા પતિ દુકાનેથી આવે , છોકરાઓ નિશાળથી આવે , પિયર ગયેલ વહુ આવે , સાસરે ગયેલી દીકરી આવે , સગાસંબંધીઓ આવે , સીમમાં ગયેલ ઢોર પણ આવે .

આમાંથી હું આખો દિવસે નવરી પડું તો તમારી સાથે નાહવા આવ્યું છે ? તમતમારે વ્રત અને કરો , મને તો ઘર્મ કર્મ કરવાનો બેથ જ નથી ! ‘ જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું , છતાં તે કાંઇ બોલી નહિ , તે સાસુ પાસે ગઇ અને બધી વાત કરી . સાસુએ કહ્યું : ‘ ‘ જે કરે તે ભરે . ભગવાન માળને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે . મોટી વહ સમજે તો સારું , નહિતર એના ભાગ્ય પન્ન ફૂટેલા જ છે . કઠો ગોરમા રીઝે તો ધન – ધાન્યનો પાર ન રહે અને ખીએ તો કોઇનાથ નહિ . ‘ ” ” આમ દિવસો વીતી રહ્યા હતા . દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ – ધ્યાનમાં જતા હતા , જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં ને ઝંઝટમાં વીતતા ,

તેની પાસે ધરમ કરવાનો વખત જ નથી , એતો સગાવહાલાને રીઝવવામાં પડી હતી . દેરાણી તો રોજ નદીએ નાહી કાંઠા ગોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ – ધ્યાનમાં રત રહેતી , આથી કાંઠા ગોરમા દેરાણી ઉપર રીઝ્યા . એને ઘણી સુખ – સાહ્યબી દીધી . બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયાં . કાંઠા ગોરમાના કોપનો પાર ન રહ્યો . તેમણે જેઠાણીને શાપ આપ્યો : આથી પેઢીએથી પતિ ગાયબ થયો . નિશાળે ભણવા ગયેલ છોકરો ઘેર પાછો ન આવ્યો . દીકરીના સાસરિયા કોપ્યા , તેથી તેની દીકરીને તેની મા પાસે જવા ન દીધી . પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ન આવી . કોઈ સગાવહાલા ન આવ્યા . સીમમાં ગયેલ ઢોર પણ પાછાં ન ફર્યાં . આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેબતાઈ ગઈ , તેના શોકનો પાર ન રહ્યો . તેને પોતાની ભૂલ સમજાઈ . તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાની દુઃખની વાત તેણે દેરાણીને કરી . દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ . સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યાં હતાં . ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડી અને વાર્તાલાપ કરતાં કહેવા લાગી :

‘ મા , હું તો લૂંટાઈ ગઈ . મારો તો પતિ ગયો , મારો પુત્ર ગયો , ઢોર ઢાંખર ગયાં . સવળા નાખું ત્યાં અવળા પડે છે , માટે કંઈક રસ્તો બતાવો . તમે કહેશો તેમ હું કરીશ . ’ ’ સાસુએ કહ્યું : ‘ ‘ મોટી વહુ ! તે જાણ્યે અજાણ્યે પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે . આથી કાંઠા ગોરમા તારા ઉપર કોપાયમાન થયાં છે . તેથી તારાં બધાં કાર્યો અવળાં થાય છે , આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર , ધરમ – ધ્યાન કર , કાંઠા ગોરમાનું પૂજન કરી એમને વિનવણી કર . ભૂલની ક્ષમા માંગ , હવે મારી એક વાત સાંભળ . ધરમ થાય તો કરીએ , પણ ધરમનો અનાદર કદી ન કરીએ . ’ ’ ત્યારે જેઠાણી રડતાં રડતાં બોલી ઃ ‘ ‘ મા , હું સાવ આંધળી છું , અજ્ઞાન છું . ધરમની વાત જાણતી નથી . અજાણતા અનાદર થયો છે . હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાને પૂજવા ગઈ નથી . મારે ત્યાં જઈને શું કરવાનું ? ’ ’ સાસુએ કહ્યું : “ એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી . તેમાં શ્રીફળ , પુષ્પ , ચોખા , સોપારી , કંકુ , અબીલ , ગુલાલ , ધૂપ , અગરબત્તી મૂકી , હાથમાં પૂજનનો થાળ લઈ ખભે ચૂંદડી નાખી ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાજતે – ગાજતે નદીએ જા . ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી , કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે . પછી કાંઠા ગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે : ‘ ‘ હે ગૌરી મા ! હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહિ . આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો . હવે મને મારી ભૂલ સમજાઈ છે . તમે મોટા મનવાળાં છો મા , મારા ઉપર પ્રસન્ન થાઓ , મને સુખ – શાંતિ આપો . મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો . ’ જેઠાણીએ સાસુની શિખામણ માથે ચઢાવી . તે સાસુને પગે લાગી કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી . દેરાણી , જેઠાણી અને સાસુએ આડોશ – પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી , બધાને સાથે લઇને તે વાજતે ગાજતે નદીએ પહોંચી ત્યાં સ્નાન કરી , કાંઠા ગોરમાનું પૂજન કર્યું . કથા – વાર્તા સાંભળી , ક્ષમા માગી . કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેનો હરખ માતો નહોતો .

કેમકે પતિ પેઢીએથી ઘેર આવી ગયો હતો . દીકરો નિશાળેથી આવતો દેખાયો . થોડીવાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી . સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી . સીમમાં ગયેલ ઢોર આવવાં લાગ્યાં . સગાંવહાલાં પણ આવી પહોંચ્યા . : આમ , ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું ‘ હે ગૌરી મા ! તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે . હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ . દરરોજ સ્નાન કરવા જઈશ . કાંઠા ગોરમાને પૂજીશ . વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મ ભોજન કરાવીશ .

અન્નદાન અને વસ્ત્રદાન આપીશ . નિંદા કરીશ નહિ , ખરાબ આચરણ નહિ કરું . મારા હુંપદનો ત્યાગ કરીશ . ’ ’ જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલ તેનો તેણે તે દિવસથી અમલ ચાલુ કરી દીધો . તે સવારે વહેલાં ઊઠી દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ . તે કાંઠા ગોરમાનું પૂજન કરતી . કથા – વાર્તા સાંભળતી . PINIE કાંઠા ગોરમાએ ત્રણેને સદ્ગુદ્ધિ આપી . દેરાણી – જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી ગયાં . ડોશીના બંને દીકરાઓને આથી આનંદ થયો . બધાંના આવવાથી ડોશીનું જૂનું ઘર પાછું આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું . હે પુરુષોત્તમ ભગવાન ! હે કાંઠા ગોરમા ! તમે જેમ સાસુ , જેઠાણી , દેરાણીને ફળ્યાં તેમ તમારું પૂજન કરનાર , કથા આપજો . સાંભળનાર , સ્નાન કરનાર , દરેક ભાવિકોને ફળજો અને સુખ – શાંતિ બોલો

પુરુષોત્તમ ભગવાનની જય

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here