પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 2 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 2 | પવિત્ર પશ્ન

0
381

પુરુષોત્તમ માસ કથા pdf | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 2 | purushottam maas vrat katha | purushottam maas katha in gujarati | પુરુષોત્તમ માસ કથા

પુરુષોત્તમ માસ પ્રથમ આધ્યાય – 2 : પવિત્ર પશ્ન | નારદજીનો પ્રશ્ન

સુદ ૨ | આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા

અધ્યાય બીજો નારદજીનો પ્રશ્ન

અધ્યાય બીજો ૭ વર વગરની વહુની કથા

સૂત પુરાણીનાં આ વચનો સાંભળી બધા તેમને ધન્યવાદ આપવા લાગ્યા . કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા .

એ મુનિઓ શૌનક મુનિ બોલ્યા : ‘ ‘ શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો . તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હિરકથા અમને કહો , જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને . ’ . આથી સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હે મુનિશ્રેષ્ઠો ! તમે ઉત્તમ હોવા છતાં મને ભગવદ્ કથા કહેવાનું કહો છો , તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે , તે મુજબ હું તમને કહું છું . ’ તેમણે કથાનો આરંભ કરતાં કહ્યું : “ બ્રહ્માજીના પુત્ર નારદજી એક વાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદિરનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા :

‘ આપ સત્યસ્વરૂપ અને કૃપાનિધિ છો . આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલનપોષણ કરી રહ્યા છો . આપ સાક્ષાત્ નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો . પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી . હું મૃત્યુલોકથી આવું છું . ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે . તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોક ( મનુષ્યલોક ) ના સર્વ માનવાનું કલ્યાણ થાય . ’

નારદજીનાં આવાં વચન સાંભળી ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા : ‘ નારદ , વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માનાં બધાં દુઃખો કષ્ટો દૂર થાય છે . હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું , તે તું સાંભળ . આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ , દારિત્ર્ય અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે .

’ આથી નારદે તેમને પૂછ્યું : ‘ હે પ્રભુ ! આ પુરુષોત્તમ માસ કયો માસ છે , તેનું માહાત્મ્ય શું છે , તેના અધિષ્ઠાતા દેવ કોણ છે , આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો . ’ સૂત પુરાણીએ આગળ કહ્યું : “ હે મુનિશ્રેષ્ઠો ! નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું : હે નારદ ! પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે .

તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ શ્રી પુરુષોત્તમ માસ પડ્યું છે . આ માસમાં વ્રત , તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે . ’ નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું ‘ કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે ? આ માસમાં વ્રત , તપ અને ઉપવાસ કેવી રીતે કરવાં ? આ વ્રત કરનારને શું ફળ મળે ? જગતમાં દુઃખોનો પાર નથી . હું તેમાંથી તેઓને શાંતિ ને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું .

’ સૂત પુરાણી આગળ બોલ્યા : “ હે મુનિશ્રેષ્ઠો ! નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના માહાત્મ્યની કથા કહેવી શરૂ કરી , તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરીશ . ’ ’ ‘

શ્રીબૃહશારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ શ્રી નારદજીનો પ્રશ્ન ’ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .

વર વગરની વહુની કથા

એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતાં હતાં . તેઓ પૈસે ટકે સુખી હતાં . પ્રૌઢ ઉંમરે પહોંચ્યાં હતાં . બધી વાતનું તેઓને સુખ હતું , પણ એક વાતથી તેઓ દુ : ખી રહેતાં હતાં . તે દુ : ખ હતું નિઃસંતાનપણું . તેઓ પરણ્યાં ત્યારથી સંતાન માટે વલખાં મારી રહ્યાં હતાં , પણ ઈશ્વર તેમની સામે જોતો નહોતો .

હવે ઉંમરે પહોંચ્યાં પછી તેમણે સંતાનની આશા છોડી દીધી હતી . હવે તો તેઓ પ્રભુ – પરાયણ ધાર્મિક કાર્યોમાં સમય ગાળતાં હતાં . એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો . આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નાહવાનો અને ધર્મ – ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો . પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રત ચાલુ કર્યું . સવારે વહેલા ઊઠી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જતાં .

આખો દિવસ નામ જપ કરતા અને રાતે ભૂમિ ઉપર પથારી કરી સૂઈ જતાં . બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતાં . વળી ઘરમાં કામ કરનાર કોઇ હતું નહિ , તેથી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને જ કરવું પડતું હતું , તેઓ થાકી જતાં , ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો , તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું . એક દિવસ તેને વિચાર આવ્યો કે , જો અમારે દીકરી હોત તો વહુ આવત તે ઘરનું કામ કરત અને પ્રભુનું ભજન કરતાં . ’ આ વિચાર તેણે બ્રાહ્મણ સમક્ષ મુક્યો : ‘ ‘ જુઓને , આ તો ધરમ – ધ્યાનનો મહિમા છે અને મારો તો બધો વખત ઘરકામમાં જાય છે .

ઘરમાં વધુ હોય તો કેવું સારું ! એ રાંધે , ઘરકામ કરે અને આપણે નિરાંતે ભગવાનનું ભજન કરીએ . ’ ’ બ્રાહ્મણ આ વાત સાંભળી હસવા લાગ્યો . તે બોલ્યો : ‘ ‘ તું જાણે છે કે આપણને દીકરો નથી , પછી વહુ ક્યાંથી આવે ? ’ ’ બ્રાહ્મણીએ કહ્યું : “ હા , હું જાણું છું કે આપણને દીકરો નથી . દીકરો હોય તો વધુ આવવાની જ છે , પણ દીકરો ન હોય તોય વહુ આવે તેવું કંઇક કરો , વગર દીકરે વહુ લાવો તો ખરા . ” ” બ્રાહ્મણીની આ વાત સાંભળી બ્રાહ્મણ મૂંઝવણમાં મુકાય ગયો . તેને કંઈ સૂઝતું નહોતું . આથી બ્રાહ્મણી બોલી : ‘ હું તમને એક માર્ગ દેખાડું , તમે બહારગામ ઊપડો અને કન્યા શોધી કાઢો . કન્યાનાં મા – બાપ પૂછે તો કહી દેવાનું કે , દીકરો કાશી ભણવા ગયો છે . સાથે વેદપાઠ લેતા જાવ અને કોઇ કન્યા આપવા તૈયાર હોય તો આ વેદપાઠ સાથે તે કન્યાના ફેરા ફેરવી , તમારી સાથે લેતા આવજો .

અને કહેજો કે , ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લઈશું . ‘ ‘ બ્રાહ્મણ બ્રાહ્મણીની વાત સાંભળી ડઘાઈ ગયો . તે પણ મનોમન વિચારવા લાગ્યો . બ્રાહ્મણી બોલી : “ જેવી ભગવાનની ઇચ્છા , એક વાર કામ તો પાર પાડો , પછી જેવી હરિની ઇચ્છા ’ ’

બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના પહોરમાં ખભે ખડિયો ભરાવીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યો . ચાલતાં ચાલતાં જે જે ગામ આવે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજરે પડે , ત્યાં કન્યાની ભાળ કાઢતો . આમ ફરતાં ફરતાં એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી . એ કન્યાને જોઇને બ્રાહ્મણની આંખો ઠરી . તેને જોઈ બ્રાહ્મણને ઘણો આનંદ થયો . તેના મનમાં થયું કે ‘ જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઊઠે . ’ બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી . ગોર મહારાજે કહ્યું : ‘ ‘ તમારી વાત માન્ય રાખું છું . પણ મુરતિયો જોયા વગર સગપણ કેવી રીતે થાય ? ત

મે છોકરાને લઈને અહીં આવો અગર હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં , પછી સગપણ નક્કી કરીએ . ,, બ્રાહ્મણ મૂંઝાયો , છતાં હિંમત એકઠી કરીને બોલ્યો : “ ભાઈ , વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે . તે ભણીને પાછા આવતા વાર લાગે તેમ છે . જો તમે કબૂલ થતા હો તો હું પોથી લાવ્યો છું , તેની સાથે આપણે તમારી દીકરીના ત્રણ ફેરા ફેરવી દઈએ અને ચોથો ફેરો મારો દીકરો કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું . ’ ’ ગોર મહારાજે વિચાર્યું : ‘ બ્રાહ્મણનું ઘર પૈસેટકે સુખી છે . દીકરો કાશીએ ભણવા ગયો છે , તેથી તે પણ વિદ્વાન થઈને આવશે . ઘરમાં પ્રૌઢ પતિ – પત્ની જ છે .

આવું બધી રીતે યોગ્ય ઘર મળે છે , તો મોં ધોવા શા માટે જવું ? ‘ આમ વિચારી તે ઘરમાં જઈને પત્નીને બધી વાત કરી . તેમની પત્ની પણ તેમની વાતમાં સંમત થઈ . ગોર મહારાજે બહાર આવી બ્રાહ્મણને કહ્યું : ‘ ‘ અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ . ’ ’ ઘડિયા લગ્ન લીધાં . પોથી સાથે ત્રણ ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરીએ વળાવી . બ્રાહ્મણ તો પુત્રવધૂને લઈને ઘેર આવ્યો . બ્રાહ્મણને રૂપાળી કન્યા જોઈને આનંદનો પાર ન રહ્યો . ‘ વહુના લક્ષણ બારણામાં ’ એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતાંવેત બધું કામકાજ ઉપાડી લીધું . બ્રાહ્મણીને તો નિરાંત થઇ . એ તો સુખે પ્રભુભજન કરવા લાગી . વહુને ઘરની ચાવીઓ સોપી . એક દિવસની વાત . બ્રાહ્મણ – બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયાં હતાં . વહુ ઘરમાં રસોઈ કરતી હતી , ત્યાં પડોશણ દેવતા લેવા આવી . ઘરમાં રૂપાળી વહુને જોઈ એના આશ્ચર્યનો પાર ન રહ્યો .

એ પૂછવા લાગી : ‘ ‘ તમે કોણ છો ? આ ઘરમાં મેં તમને પહેલીવાર જોયાં . તમે બ્રાહ્મણ બ્રાહ્મણીના કોઈ સગાં થતાં લાગો છો . આ તો તમને પહેલી વખત અહીં જોયા તેથી પૂછું છું . ’ ’ વહુ બોલી : “ તમને ખબર નહિ હોય કે હું આ ઘરની વહુ મારા સસરા પોથી સાથે ત્રણ ફેરા ફેરવીને અહીં મને લાવ્યા છે . મારા પતિ કાશીએથી આવશે એટલે ચોથો ફેરો ફરી લઈશ . ’ .. આ સાંભળી પડોશણ ખડખડાટ હસવા લાગી . તે બોલી : “ બહેન , આ બ્રાહ્મણ – બ્રાહ્મણીને કોઈ સંતાન જ નથી . તેઓ તો વાંઝિયા છે . ‘ ‘ પડોશણની વાત સાંભળી વહુનું કાળજું ચિરાઈ ગયું અને એ રડવા લાગી .

થોડીવારે બ્રાહ્મણ – બ્રાહ્મણી નદીએથી નાહીને પાછાં આવ્યાં . વહુને રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી : “ દીકરી તું શા માટે રડે છે ? ‘ જવાબમાં વહુએ પડોશણે કહેલી વાત કરી . વહુની વાત સાંભળી બ્રાહ્મણી ચોંકી ગઈ , છતાં બ્રાહ્મણીએ હિંમત રાખી વહુને માથે હાથ મૂકી આશ્વાસન આપતાં કહ્યું : “ વહુ , અમે પૈસાવાળા છીએ , એટલે અદેખા લોકો અમારે માટે ગમે તેમ બોલે છે . તેઓ અમારું સુખ સાંખી શકતા નથી , તેથી અમારી નિંદા કરે છે . તું જ વિચાર કરને ! કોઈ દીકરા વગર વહુ લાવે ખરા ? મારા સાત ઓરડા અને ત્રણ માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાનજોધ દીકરો છે . વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતાં જ આંખો અંજાઈ જાય . તેને જોઈને તું કહી શકે , જેણે પાંચે આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને આવો વર મળે .

મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે , માટે એ ભણી – ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ સાતેય ઓરડાની ચાવીઓ , દરેક ઓરડામાં ખાવા – પીવાની અને શણગારની વસ્તુઓ પડી છે , ખાઓ , પીઓ અને પહેરો ઓઢો . પણ એક વાતની યાદ રાખજો કે સાતમો ઓરડો ઉઘાડશો નહિ , ‘ ‘ વહુએ હવેલીના ત્રણે માળ જોયા હતા , પણ તેમાં સાત ઓરડા બંધ હતા . તેના દરવાજાને મોટાં તાળાં મારેલાં હતાં . આથી તે વિચાર કરતી કે , ‘ આ સાતેય ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે , ક્યારેય ઉઘાડવામાં આવતા નથી ! ‘

વહુ પાસે સાતેય ઓરડાની ચાવીઓ આવી એટલે તેના મનમાં ધરપત રહી નહિ . એક દિવસ બ્રાહ્મણ – બ્રાહ્મણી દેવ – દર્શને ગયાં ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો તો એમાં મીઠાઈ – પકવાન જોયાં . બીજા ઓરડામાં હીરનાં ચીર જોયાં . ત્રીજામાં સોળ શણગારનાં સાધનો જોયાં . આમ દરેક ઓરડામાં સમૃદ્ધિની છોળ ઊડતી જોઈ . પછી વહુને સાતમા ઓરડો જોવાની એટલી જિજ્ઞાસા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરીને સાતમો ઓરડો ઉઘાડ્યો .

ઓરડામાં પગ મૂકતાં જ એ થીજી ગઇ . ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો હતો . આખા ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી . તો આ જોઈને સ્તબ્ધ થઈ યુવાનને જોવા લાગી . તે ઊંબરામાં જ ઊભી રહી ગઈ . તેની ઓરડામાં જવાની હિંમત ન ચાલી . બારણું ઉઘાડવાનો અવાજ સાંભળી યુવાને બારણા તરફ દૃષ્ટિ કરી અને બોલ્યો : ‘ ‘ તમે બારણું કેમ ઉઘાડ્યું ? બારણું બંધ કરી દો . મારાં માતા – પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટશે . વેદનો પાઠ અધૂરો રહેશે . તમે પોથી સાથે ત્રણ ફેરા ફર્યા એ હું જાણું છું . વ્રત પૂર્ણ થયા પછી ચોથો ફેરો હું ફરીશ . ’ .. વહુની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં .

તેણે તરત બારણું બંધ કર્યું . જ્યારે તેનાં સાસુ – સસરા મંદિરેથી દર્શન કરીને પાછાં ઘેર આવ્યાં ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરી રહી હતી . તેણે સાસુ – સસરાને જમવા બેસાડી દીધાં અને પોતે પણ જમી લીધું , પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરીને સાતમો ઓરડો ઉઘાડ્યો હતો , તે વાત કોઈને ન કરી . હવે તે સારી રીતે સાસુ – સસરાની સેવા – ચાકરી કરતી હતી અને દરરોજ પ્રેમથી તેઓને જમાડતી હતી . ન આમ ને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો . હવે વ્રતના ઉજવણાં થવાં માંડ્યાં . બ્રાહ્મણ – બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું . વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ – સસરાને પૂછ્યું . તેણે સાસુ – સસરા પાસે જઈને પૂછ્યું : ‘ ‘ પુરુષોત્તમ માસ પૂરો થયો . તેનું ઉજવણું પણ થઈ ગયું . તમારા દીકરાને બોલાવો , એટલે હું તેમની સાથે ચોથો ફેરો ફરી શકું . ’ ’ વહુની વાત સાંભળી સાસુ – સસરા પરસેવે રેબઝેબ થઈ ગયાં . દીકરો તો હતો નહિ . લાવવો ક્યાંથી ? તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ નહોતું . મારા દીકરા સાથે ચોથો ફેરો ફેરવીશ . ‘ તેમણે વહુને કહ્યું : ‘ ‘ વહુ તમે ફિકર ન કરો . થોડા જ દિવસમાં મારા દીકરા સાથે ચોથો ફેરો ફેરવીશ

હવે બહાનું કઢાય તેમ નહોતું . આબરૂ જવાની ઘડી આવી પહોચી હતી . તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરી સહાય કરવા મનમાં ગણગણી રહ્યાં હતાં . સાસુ – સસરાને મૂંઝાતા જોઈ વહુ બોલી : “ તમે આમ મૂંઝાઓ છો શા માટે ? તમારા દીકરાને બોલાવું છું . ’ બ્રાહ્મણ – બ્રાહ્મણી ચકિત થઇને એકબીજા સામે તાકી રહ્યાં , તેમને લઈને વહુ સાતમા ઓરડા આગળ આવી અને બારણું ઉંઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા . યુવાનનું તેજસ્વી રૂપ જોઈને જ બ્રાહ્મણ – બ્રાહ્મણી સમજી ગયાં કે આ યુવાન તે જ પુરુષોત્તમ ભગવાન છે . તેમના વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈ આ લીલા તેમણે કરી છે .

તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે . ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે . બ્રાહ્મણ – બ્રાહ્મણી તેમના પગમાં પડ્યાં અને ગળે લગાવ્યાં . વહુ પણ યુવાનને પગે પડી . તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાઈ . ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવી ચોથો ફેરો ફેરવ્યો . આમ લગ્નવિધિ પૂર્ણ થતાં વહુ હર્ષઘેલી બની ગઈ . બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ હર્ષ પામ્યાં .

તેમને તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમની લાજ રહી અને વગર દીકરે વહુ આવી . હે પુરુષોત્તમ ભગવાન ! જેવા તમે બ્રાહ્મણ – બ્રાહ્મણીને ફળ્યાં , પુરુષોત્તમ માસનું વ્રત કરનાર , નાહનાર તેમજ કથા વાંચનાર અને સાંભળનાર સહુને ફળજો .

તેમ બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here