પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 3 | પુરુષોત્તમ માસ નીવાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 3 | અધિક માસની શરણાગતિ

0
329

પુરુષોત્તમ માસ કથા pdf | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 3 | purushottam maas vrat katha | purushottam maas katha in gujarati | પુરુષોત્તમ માસ કથા

પુરુષોત્તમ માસ પ્રથમ આધ્યાય – 3 : અધિક માસની શરણાગતિ

અધ્યાયઃ ૩ અધિક માસની શરણાગતિ

આ પુરુષોત્તમ માસનું પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી • સાંભળ્યું હતું . અને તેના શ્રવણના પરિપાક રૂપે તેઓ કૌરવોના ત્રાસથી મુક્તિ પામ્યાં હતાં . દુર્યોધન વગેરે કૌવોએ પાંડવોને ત્રાસ આપવામાં કોઈ ખામી રાખી નહોતી . તેમને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રયાસ કર્યો , જુગારમાં જીતી જતાં સતી દ્રૌપદીને દુઃશાસન ચોટલો ખેંચી ભરી સભામાં ઢસડી લાવ્યો અને દુર્યોધને તેને નગ્ન કરવાનો આદેશ આપ્યો . દ્રૌપદીનો આર્તનાદ સાંભળી શ્રીકૃષ્ણે ૯૯૯ વર્ષો પૂરી તેની લાજ મર્યાદા જાળવી .

અને જુગારની શરત પ્રમાણે પાંડવો ૧૩ વર્ષના વનવાસમાં ગયા . પાંડવો અને દ્રૌપદી કામ્યક વનમાં રહેતા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમની ખબર અંતર પૂછવા આવ્યા . શ્રીકૃષ્ણ તેમનું દુઃખ જોઈ ક્રોધથી લાલચોળ થઈ ગયા . અર્જુન આ જોઈને થથરી ઊઠ્યો અને કહ્યું , ‘ હે જગતના પાલનહાર ભગવાન , આપનું આ ઉગ્ર સ્વરૂપ શમાવી લો . આપ જે જગતનું પાલન કરો છો એ જ જગતમાં અમે પણ રહીએ છીએ . અમે આપના શરણમાં છીએ માટે સૌમ્ય થઈ અમારા રક્ષણનો રસ્તો બતાવો .

અને આપનો ક્રોધ ઠંડો કરી દો . ‘ ,, અર્જુનની વિનંતીથી શ્રીકૃષ્ણ શાંત થયા અને સસ્મિત ચહેરે કહ્યું : ‘ અર્જુન , હું પોતે કષ્ટ સહન કરી શકું પણ મારા ભક્તોનું દુઃખ રાઈના દાણા જેટલું હોય તો પણ મને મેરુ પર્વત જેવું લાગે છે . આવા ભક્તો માટે તો હું જન્મ લઉં છું . તમારું દુઃખ હવે દૂર થવામાં જ છે . કર્મ પ્રમાણે માનવીને સુખ – દુઃખ , લાભ હાનિ થાય છે . કર્મના એ બંધનો દૂર કરવા મનુષ્ય તપ , સંયમ , વ્રત , ધર્મથી આત્મા અને શરીરને પાવન કરવું જોઈએ . હવે પછીનો માસ અધિક માસ છે . તેનું વ્રત કરો . તેનાથી તમને તમારું રાજ્ય પાછું મળશે . ’ અર્જુને પૂછ્યું , ‘ પ્રભુ , આ અધિકમાસ કોણ ? એનું વ્રત કરવાથી શું ફળ મળે ? ’ ભગવાને કહ્યું , ‘ વર્ષ માસ , દિવસ , પ્રહર , ઘડી , પળ , વિપળ એ તો કાળના વિભાગો છે . સમુદ્ર , સરિતા , તળાવ , કૂવા , ઝરણાં એ જળના વિભાગો છે . આ વિભાગોને વિવિધ દેવો તેના અધિષ્ઠાતા રૂપે છે અને તેમના થકી સુખ મેળવે છે .

સંયોગવસાત્ એક વધુ માસ ઉત્પન્ન થયો જેનો કોઈ અધિષ્ઠાતા દેવ નહોતો . તેથી તે મળમાસ તરીકે પ્રચલિત થયો .. તેમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોઈ કોઈ સત્કર્મ કરતા નહોતા . આવો તિરસ્કૃત મળમાસ નિરાશ થઈ ગયો . એકવાર તે ૐ વૈકુંઠલોકમાં તે મારી પાસે આવ્યો અને શરણે પડી કહેવા લાગ્યો .

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 3 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 3 | અધિક માસની શરણાગતિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here