પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 7 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 7 | પુરૂષોત્તમ માસ

0
319

પુરુષોત્તમ માસ કથા pdf | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 6 | purushottam maas vrat katha | purushottam maas katha in gujarati | પુરુષોત્તમ માસ કથા

પુરુષોત્તમ માસ આધ્યાય – 7 : પુરૂષોત્તમ માસ

પુરુષોત્તમ માસ ગોલોકપતિએ કહ્યું , ‘ આ દુઃખીનું દુઃખ દૂર કરવા તમે જે કષ્ટ લીધું તેનાથી તમારો યશ વધશે . * જેનો કોઈ પતિ નથી તેનો હું પતિ છું . મારું નામ પુરુષોત્તમ છે . આ અધિકમાસને હું મારા તમામ ગુણો દાનમાં આપું છું . આજથી આ મળમાસ પુરુષોત્તમ કહેવાશે . સર્વે મહિનાઓમાં તે સૌથી વધુ પવિત્ર ગણાશે . આ માસમાં તીર્થ , વ્રત , દાન કરનારી વ્યક્તિ ધનસંપત્તિ અને મુક્તિ મેળવશે .

આ માસમાં યથાવિધિ પૂજા કરનારનાં પાપ બળી જશે . ઠંડી , ગરમી અને વરસાદમાં તપ કરનાર યોગી કરતાં પણ પુરુષોત્તમ માસની પૂજા કરનાર વ્યક્તિ જલદી મારા ધામને પામશે . આ માસમાં જે વ્રત કરશે તે બધા અનંત ફળ પામશે . હે વિષ્ણુ , ચાતુર્માસ અને અન્ય વ્રતોથી મનુષ્યો સ્વર્ગમાં જાય છે . પરંતુ તે પૂરા થતાં પાછા મૃત્યુલોકમાં આવે છે . જે માનવી પુરૂષોત્તમ માસનું વ્રત કરશે તે જન્મ – મ ૨ ણ , આધિવ્યાધિના ચક્રમાંથી નિવૃત્ત થઈ સદાને માટે મને પામશે .

આ સામનું યથાવિધિ વ્રત પૂજન કરનારાઓની ચિંતા આજથી મારી છે . પુરુષોત્તમ માસના આરાધકોનાં સંકટ દૂર કરવા હું સદા તત્પર રહીશ . કોઈ અજ્ઞાની કે મૂર્ખ આ માસમાં તપ , દાન વિગેરે નહીં કરે તો તેને સ્વર્ગમાં કોઈ સ્થાન નહીં મળે . આ માસનો તિરસ્કાર કરનારને નરક પ્રાપ્ત થશે . આ માસમાં કોઈ પુત્રહીન મનુષ્ય વ્રત કરશે તો તેને પુત્રપ્રાપ્તિ થશે . દરિદ્રને સંપત્તિ મળશે . હવે આપ એને નિશ્ચિત થઈ જાઓ અને વિષ્ણુ અધિકમાસ સાથે વૈકુંઠ પાછા ફર્યા . એ દિવસથી આ માસ વિશ્વમાં પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે .

આધ્યાય સાતમો મલમાસ પુરુષોત્તમ માસ | ઉમામાની કથા | સંકીર્તન

સુદ ૭ • આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય સાતમો મલમાસ પુરુષોત્તમ માસ

અધ્યાય સાતમો • ઉમામાની કથા – સંકીર્તન :

શૌનકાદિ મુનિઓ બોલ્યા : ‘ ‘ હૈ સૂત પુરાણી , તે પછી ગોલોકવાસી શ્રીકૃષ્ણે શું કહ્યું ને શું કર્યું હતું તે અમને આપ કહો . ’ ’ સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હૈ મુનિશ્રેષ્ઠો ! તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદમુનિએ શ્રીનારાયણને કર્યો હતો . શ્રીનારાયણ ભગવાને નારદજીને જે કહ્યું હતું , તે હું તમને કહું છું તે સાંભળો શ્રીકૃષ્ણ ભગવાને ( શ્રી પુરુષોત્તમ ભગવાને ) શ્રીવિષ્ણુજીને કહ્યું : ‘ ‘ તમે મલમાસને લઈને આવ્યા છો , તે ઠીક જ કર્યું છે . હું મારા ગુણો , કીર્તિ , પ્રભાવ , ઐશ્વર્યો , પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું , તેમજ લોકમાં તથા વેદમાં મારું ‘ પુરુષોત્તમ ’ નામ જાણીતું છે .

હું આ મલમાસને તે નામાભિધાન અપું છું , તેનો સ્વામી હું છું . મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે . વળી તે જગતમાં પૂજ્ય તથા વંદનલાયક થશે . આની જે પૂજા કરશે તે સર્વ દારિત્ર્યમાંથી મુક્ત થશે . આ માસમાં તીર્થ , વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે . જે કોઈ આ માસની યથાવિધ પૂજા કરશે , તેનાં પાપો બળીને ભસ્મ થઈ જશે . યોગી લોકો સંયમમાં રહી તપ કરી ઘણું સહન કરે છે , છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી , પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે , તે જન્મમરણના ભયથી મુક્ત અને આધિ , વ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી તે મારું પરમ ધામ પામે છે .

આ માસનો અધિષ્ઠાતા આજથી હું થાઉં છું અને તેને પ્રતિષ્ઠા અપું છું . તેનું નામ પણ ‘ પુરુષોત્તમ માસ ’ આપું છું . તેના ભક્તોની ચિંતા રાત – દિવસ હું જ કરવાનો છું . તેમના અપરાધોને હું માફી બક્ષીશ . બધા કરતાં આ ભક્તો મને વધુ પ્રિય હશે . જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ , તપ , નિયમ અને દાન નહિ કરે તે કાયમ નરકવાસી બનશે . ઉપરાંત તેને આ લોકમાં પુત્ર , પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે . તે કદી ભાઈ , પુત્ર , સ્ત્રી , ધનનું સુખ હાંસલ નહિ કરી શકે . ફરીથી કહું છું કે , આ માસમાં મારું પૂજન , વ્રત , દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે . કેમકે બધા મહિનાઓમાં આ માસને ઉત્તમ કર્યો છે , માટે લક્ષ્મી પતિ , તમે આ મલમાસની ચિંતા છોડી દઈ જેને મેં પુરુષોત્તમ માસનું નામાભિધાન આપ્યું છે , તેને લઈને વૈકુંઠધામમાં જાઓ . ’ ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા : ‘ હે નારદ , ભગવાન શ્રીકૃષ્ણનાં આવાં વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા . તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો . ’ ૭

શ્રીબૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ મલમાસ છે . પુરુષોત્તમ માસ ’ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ .

હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .

ઉમામાની કથા

એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી – પુરુષના સ્વરૂપમાં લટાર મારવા નીકળ્યાં . આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો . લોકોનાં ટોળેટોળાં નદીએ સ્નાન કરવા જતા હતા . કાંઠા ગોરમાનું પૂજન અને કથા – વાર્તા સાંભળતા હતા . દાન દક્ષિણા આપી દેવદર્શન કરતાં હતાં . ઠેકઠેકાણે કથા – વાર્તા ચાલતી .

ચોમાસું પૂરું થવા આવ્યું હતું . ખેતરો ધાન્યથી લચી પડતાં હતાં . શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંની કેડી પર ચાલવા લાગ્યાં . એ બાજરીનું ખેતર હતું . કેડી ઉપર બારિયાં પડ્યાં હતાં . એમાંનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું . પાર્વતીજીનું આ બાબતે ધ્યાન ન હતું . જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યાં ત્યારે પાર્વતીજીની નજર પગના ઝાંઝરમાં ભરાયેલ બાજરિયા ઉપર પડી . બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા . પાર્વતીજી બંને હાથ વડે બાજરિયું મસળી મસળીને દાણા કાઢીને ખાવા લાગ્યાં . બારિયાના કૂણા દાણા ખાતા જોઈને

શિવજી બોલ્યા : ‘ ‘ હે દેવી ! ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બારિયું ખવાય નહિ , એ ચોરી ગણાય . તમે પાપમાં પડ્યાં . હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહી કામ કરો . ’ ’ ખાધેલ દાણા ૩૬૫ થતા હતા . પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી . શિવજી પાર્વતીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા . પાર્વતીજીએ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યાં . પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત અને તેની પત્ની નદીએ નાહવા અને દેવદર્શન કરવા ગયાં હતાં . ખેડૂત સામાન્ય સ્થિતિનો હતો . પતિ – પત્ની ઘણાં ધર્મનિષ્ઠ હતાં . તેમને એક દશ વર્ષની દીકરી હતી . પાર્વતીજી ઝૂંપડી નજીક ગયાં . ખેડૂત પતિ – પત્ની ઘેર આવ્યાં ; એટલે પાર્વતીજીએ તેમને કહ્યું : “ હું એકલી છું . મારું કોઈ નથી . મને કોઈ કામે રાખો . બે ટંક ખાઈશ અને કહેશો એ કામ કરીશ .

‘ ,, ખેડૂત દયાળુ હતો . તેણે કહ્યું : “ બહેન , તમ તમારે ખુશીથી રહો . ખાવાની ખોટ નથી , પણ તમારું નામ જણાવો . ’ ’ પાર્વતીજી બોલ્યાં : ‘ ‘ મારું નામ ઉમા છે . જાતે બ્રાહ્મણ છું . ’ પાર્વતીજીનાં પગલાં ખેડૂતનાં ઘરમાં પડતાં જ તેના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી . દશ ગણો પાક થયો , ઉપરાંત ગામ પણ સુખી થયું . રોગ , બીમારી , શોક , સંતાપ ગયાં . ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધાં હળીમળી ગયાં કે બધા તેમને ઉમામા કહેતા . પુરુષોત્તમ માસ પૂરો થતાં ખેડૂતે તેનું ધામધૂમથી ઉજવણું કર્યું . વખત વીતતો ગયો . પાર્વતીજી આનંદ ને પ્રેમથી બધું કામ કરે . રાંધીને બધાને જમાડે . આમ કરતાં ત્રણસો દિવસ પૂરા થયા . એક દિવસ ગામના લોકો ભેગા થયા . કાશીની જાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું . ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઇચ્છા હતી , પણ દીકરી દશ વર્ષની હોવાથી ઘર કોણ સંભાળે , તેની મૂંઝવણમાં પડ્યાં . ઉમામા ખેડૂતની આ મૂંઝવણ કળી ગયા અને પોતે તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું . જેથી ખેડૂત પતિ – પત્ની પણ સંઘમાં જોડાયાં અને આખું ઘર ઉમામાને સોંપ્યું .

વિદાય વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કાપડું આપતાં કહ્યું : ‘ ‘ ભાઈ , આ કાપડું લેતા જાવ અને ગંગાજીમાં નાહતી વખતે આ કાપડું તેમને અર્પણ કરીને કહેજો કે ઉમામાએ ભાવથી મોકલ્યું છે , માટે હાથોહાથ સ્વીકારો . ” 1 ખેડૂત મનમાં હસ્યો , પણ ઉમામાને ખોટું ના લાગે એટલા માટે કાપડું લઈ લીધું અને પોટકામાં મૂક્યું . સંઘ તો વાજતે – ગાજતે રવાના થયો . પુષ્કળ ગાડાં જોડાયાં . રસ્તામાં આવતાં યાત્રાધામનાં દર્શન કરતાં સંઘ કાશીએ પહોંચ્યો . આખો સંઘ ધર્મશાળામાં ઊતર્યો . સ્નાન કરી કાશી વિશ્વનાથનાં દર્શન કર્યાં . પછી ભોજન લઈ બધાં સૂઈ ગયાં . બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઊઠી , નિત્ય કર્મથી પરવારી મણિ – કર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયાં . ગંગાસ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાનું કાપડું પોટકામાંથી લેવાનું જ રહી ગયું .

પોટલું ધર્મશાળામાં પડ્યું રહ્યું . સ્નાન , ધ્યાન , દેવદર્શન અને દાન – દક્ષિણામાં પાંચ દિવસ વીતી ગયા . સંઘ પાછો ફર્યો . પાછા ફરતા અર્ધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કાપડું તો પોટકામાં જ રહી ગયું છે . ખેડૂતનો જીવ બળવા લાગ્યો . એ તો ગયો સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી કે , “ સંઘ પાંચ દિવસ અહીં રોકાય તો હું કાપડું ગંગામાને દેતો આવું . ’ ’ સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી દીધી , એટલે ખેડૂત અને તેની પત્ની એકલાં પાછાં કાશીએ ગયાં . આ બાજુ સવાર પડતાં સંઘના આગેવાને સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો રાવટીઓ સંકેલી લેવાઈ . બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો .

ગાડાવાળાઓએ બળદને ઊભા કરવા કોશિશ કરી , પણ બળદ ઊઠતા નથી . બળદને લાકડી વડે ઘણા મારવા છતાં બળદ ઊભા થતા નથી . આખો સંઘ મૂંઝાઈ ગયો . હવે શું કરવું ? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નંખાયો . બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય ન હતો . આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતાં ચાલતાં પાંચ દિવસે કાશીએ પહોંચ્યાં . તેઓ સીધા ગંગાઘાટ ઉપર ગયાં . પ્રથમ સ્નાન કર્યું , પછી પતિ – પત્ની કેડ સમા પાણીમાં જઈને ઊભા રહીને ગંગાજીને પ્રાર્થના કરી કે , ‘ ઉમામાએ આ કાપડું મોકલ્યું છે . હાથોહાથ લે તો જ આપવાનું છે . ‘ ત્યાં જ ચમત્કાર થયો . જળમાંથી રત્નકંકણ પહેરેલા બે હાથ બહાર આવ્યા અને કાપડું સ્વીકારી અદૃશ્ય થઈ ગયા . ખેડૂત અને તેની પત્ની આ જોઈ આશ્ચર્ય સાથે ગદ્ગદિત થઈ ગયાં . આજે ખેડૂતને પારખું થઈ ગયું હતું . ઉમામાના સતનું પછી તેઓ પાતાના ગામ તરફ જવા નીકળ્યાં . અધવચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો . તેઓને નવાઈ લાગી . તેઓ સંઘના આગેવાનને મળ્યા . આગેવાને જણાવ્યું : “ જે દિવસથી તમે અહીંથી ગયા છો , તે દિવસથી આપણા બધા બળદો માંદા થઈ ગયા છે . તેઓને સારું થાય ત્યારે અહીંથી ઉપડાય . … ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયાં . તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા અને થોડીવારમાં બધા બળદો સાજા થઈ ગયા . આખો સંઘ ખેડૂત અને તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યો . થોડીવારમાં સંઘે પડાવ ઉઠાવ્યો . રસ્તામાં ખેડૂતે ઉમામાનું કાપડું ગંગામૈયાએ હાથોહાથ લઈ લીધું તે જણાવ્યું . ઉમામાનું આવું સત જાણી લોકો તરેહ – તરેહની વાતો કરવા લાગ્યા . આમ કરતા સંઘ ગામને પાદર આવ્યો . સંઘના સામૈયા થયા . ઢોલ વાગ્યા . મંગળ ગીતો ગવાયાં . બધા ધૂન , હરિકીર્તન કરતાં કરતાં ગામમાં પ્રવેશ્યાં . ત્રણસોને સાઠ દિવસો પૂરા થયા હતા . હવે ફક્ત પાંચ દિવસ બાકી હતા . ગામના લોકોએ ગંગામૈયાએ ઉમામાનું કાપડું જાતે આવીને સ્વીકાર્યાની વાત જાણી ત્યારથી તેમનાં દર્શન કરવા ગામલોકો ખેડૂતને ત્યાં આવતા . આમ , ત્રણ – ચાર દિવસ નીકળી ગયા . છેલ્લો દિવસ બાકી હતો . છેલ્લા દિવસે ઉમામા બોલ્યાં : “ બહેન , આજે હું ભાઈનું ભાત ખેતરમાં દેવા જઈશ . કોઈ દિવસ ગઈ નથી , આજે તો ખેતરે જવું છે . ’ ’ ઉમામા ભાત લઈને ખેતરે ગયાં , જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા , તે સ્થાને આવીને તેઓ અદૃશ્ય થઈ ગયાં . ઉમામા ભાત લઈને ગયાં તે ગયાં . ખેડૂત ભાતની રાહ જોતો રહ્યો . સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું : “ આજે ભાત કેમ મોકલ્યું નથી ? ‘ ‘

પત્નીએ જણાવ્યું : ‘ ‘ ભાત લઈને ઉમામા સવારના દસ વાગ્યાના નીકળ્યાં છે , તે તમને મળ્યાં નથી ? ‘ ‘ આ વાત જાણી ખેડૂત અને ખેડૂતપત્નીને ચિંતા થઈ . તેઓ બંને તરત ઉમામાની શોધ કરવા નીકળી પડ્યાં . આખું ગામ ફરી વળ્યાં , પણ ઉમામાનો કોઈ પત્તો લાગ્યો નહિ . છેવટે ઘેર આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું : “ હવે ઉમામા આવીને મને થાળી પીરશે તો જ જમું , નહિ તો ભૂખ્યો રહીશ . ’ ’ આમ કરતા ચાર દિવસ વીતી ગયા . પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું . પાંચમા દિવસે પાર્વતીજી પ્રગટ થયાં . ચાર દિવસના ભૂખ્યા પતિ – પત્ની તેમના પગમાં પડ્યાં . તરત પાર્વતીએ પોતાનું અસલી રૂપ ધારણ કરી પતિ – પત્નીને આશીર્વાદ આપ્યા . આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યાં , ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા . આશીર્વાદના બળે ખેડૂત પત્નીએ નવમે માસે પુત્રને જન્મ આપ્યો .

પવિત્ર પગલાં જો પડે , પાવન થાય ઘરબાર

સફળ થાય અવતાર , સુખસંપત્તિ સર્વ મળે

બોલો પુરુષોત્તમ ભગવાનની જય હવે શ્રીકૃષ્ણ ( પુરુષોત્તમ ) ભગવાનનું સંકીર્તન કરીએ .

નરસિંહ મહેતાની હૂંડી

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે , શામળા ગિરધારી !

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે , શામળા ગિરધારી !

રાણાજીએ રઢ કરી , વળી મીરાં કેરે કાજ

ઝેરના પ્યાલા મોકલ્યા રે , વહાલો ઝેરના તારણહાર રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

સ્થંભ થકી પ્રભુ પ્રગટિયા , વળી ધરિયાં નરસિંહ રૂપ

પ્રહ્લાદને ઉગારિયો રે , વહાલે માર્યો હરણાકંસ ભૂપ રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

ગજને વહાલે ઉગારિયો રે , વળી સુદામાની ભાંગી ભૂખ ,

દોહલી વેળાના મારા વાલમા રે , તમે ભક્તોને આપ્યાં સુખ રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

પાંડવની પ્રતિજ્ઞા પાળી , વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે , તમે સુભદ્રાબાઈના વીર રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

ચાર જણા તીરથવાસી ને , વળી રૂપિયા છે સો સાત ,

વહેલા પધારજો દ્વારિકા રે , એને ગોમતી નાહ્યાની ખાંત રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

રહેવાને નથી ઝૂંપડું , વળી જમવા નથી જુવાર ,

બેટા – બેટી વળાવિયાં રે , મેં વળાવી ઘર કેરી નાર રે

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ગરથ મારું ગોપી ચંદન , વળી તુલસી હેમનો હાર ,

સાચું નાણું મારો શામળો રે , મારી દોલતમાં ઝાંઝપખાજ રે

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

તીરથવાસી સૌ ચાલિયા , વળી આવ્યા નગરની માંહે ,

આ શહેરમાં એવું કોણ છે રે , જેનું શામળશા શેઠ એવું નામ

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

નથી બ્રાહ્મણ , નથી વાણિયો , નથી ચારણ , નથી ભાટ ,

લોક કરે છે ઠેકડી રે , નથી શામળશા શેઠ એવું નામ રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે .

તીરથવાસી સૌ ચાલિયા , વળી આવ્યા નગરની બહાર ,

વેશ લીધો વણિકનો રે , મારું શામળશા શેઠ એવું નામ રે

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હૂંડી લાવો હાથમાં , વળી આપું પૂરા દામ ,

રૂપિયા આપું રોકડા રે , મારું શામળશા શેઠ એવું નામ રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હૂંડી સ્વીકારી વહાલે શામળે , વળી અરજે કીધા કામ ,

મહેતાજી ફરી લખજો રે , મુજ વાણોતર સરખાં કાજ રે ;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે . રે .

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 1

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 2

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 3

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 4

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here