પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 8 | પુરુષોત્તમ માસ નીવાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 8 | મુનિ મેઘાવી | સાસુ – વહુની કથા

0
272

અધ્યાય આઠમો: મુનિ મેઘાવી

અધ્યાય આઠમો • સાસુ – વહુની કથા

સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હે મુનિશ્રેષ્ઠો ! ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રીકૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદે ભગવાન નારાયણને પૂછ્યું : “ ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા , તે પછી શું બન્યું તે કહો . ઉપરાંત અર્જુન – કૃષ્ણની કથા પણ જણાવો . કેમકે અર્જુન – કૃષ્ણની કથા લોકોને હિતકારક છે . ’ ’ ભગવાન નારાયણે જણાવ્યું : “ હે નારદ , ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો , તેથી તે પ્રસન્ન થયો , સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો . હે નારદ , હવે શ્રીકૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે તે તને કહું છું . ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા :

‘ હે ધર્મરાજા , તમે પાંચ ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો , ને પારાવાર દુઃખ વેઠી રહ્યાં છો . આ દુ : ખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ . તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો , તેમાં તમારો દોષ નથી . પોતાના ભાગ્યને આધારે માનવીને વેઠવું પડે છે . તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે . દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી . તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી . રૂપગુણમાં તે અજોડ હતી . બધી કલાઓમાં તે પારંગત હતી . એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ , એને પણ સંતાન – સુખની ઇચ્છા જાગી . વિવાહયોગ્ય થઈ ચૂકી હતી , છતાં તેનો વિવાહ થયો નહોતો . તે થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારની પરણાવી દીધ હોત . પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે મને સમજાતું નથી . એક બાજુ ઋષિકન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી , ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા . યોગ્ય મૂરતિયો નજરે ન પડતાં તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા . અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા .

મહામુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા . તેમનાથી ઊઠી – બેસી શકાતું નહોતું . તે બેભાન અવસ્થામાં પડી રહેતા હતા , દશા જોઈ મેઘાવતી મૂંઝાઈ ગઈ . મેઘાવી ઋષિ ભાનમાં આવતાં તેમણે પ્રભુને પ્રાર્થના કરી કે , ‘ હૈ દીનાનાથ , હે રાધારમણ , હે રાસેશ્વર , હે રાધાપતિ , હે ગોવિંદ , સંસારસમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો . આપની કૃષ્ણ વગર મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી . આપ મારા નિરાધારના આધાર છો . આપને હું નમસ્કાર કરું છું ! ’ પિતાની મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંબળી વિષ્ણુલોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્મા પ્રભુનો ચરણકમળમાં પહોંચાડ્યો . આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી . મૈઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતાં રડતાં બોલવા લાગી : “ હું પિતા , આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા . મારે માતા , બહેન , ભાઈ બીજું કોઈ સગું નથી .

મને કોને આશ્રયે છોડીને ચાલ્યા રીતે રહી અને જીવી શકીશ ? ’ ’ ગયા ? મારી સારસંભાળ કોણ લેશે ? ‘ આ જગલમાં હું એકલી કેવી મેઘાવતીનું આવું આક્રંદ સાંભળી આજુબાજુમાં રહેલા ઋષિમુનિઓ દોડી આવ્યા . તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યો . આ પછી મેધાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ , તર્પણ , દાન વગેરે કર્યું . તે આશ્રમમાં એકલી રહી , જેમ ગાય વિનાનું વાછરડું તરફડે તેમ

આશ્રયવિહોણી તે તરફડવા લાગી . સમય વીતતાં તેનું દુ : ખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું .

‘ શ્રીબૃહશારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ મુનિ મેઘાવી ’ નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ ,

હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ , : સાસુ – વહુની કથા

કનકપુર નામે એક ગામ . તે નદી કિનારે આવેલ હતું . તેમાં મણીબહેન તેમના દીકરા અને વહુ સાથે રહે . સવાર પડતાં દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે . મણીબહેન આખો દિવસ નવરાં , એટલે આજુબાજુ પડોશમાં જઈ વાતો કરે , ઘેર બેઠા પડોશણને બોલાવી ગપ્પાં હાંક્યાં કરે , આમ આખો દિવસ પૂરો કરે . તેમને ધર્મ – ધ્યાનમાં બહુ રસ નહોતો . ગપ્પા મારવામાં અને વાતો કરવામાં તે એક્કા હતાં . તેમના દીકરાની વહુનું નામ મેના હતું . મેના ઓછું બોલતી . ઘરના કામકાજમાં તે ડૂબી રહેતી . સમય મળે ધર્મ – ધ્યાન કરતી . એવામાં પુરુષોત્તમ માસ આવ્યો . મણીબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું .

મારી સાસુ વ્રત કરનાર છે , જાણી મેનાએ પણ વ્રત કરવા વિચાર્યું . તેણે પોતાની સાસુને આ બાબત જણાવી , આથી મણીબહેન ગુસ્સે થઈ છણકો કરીને બોલ્યાં : “ મોટી જોઈ ભક્તાણી . ઘરમાં બેસી ધર્મ – ધ્યાન કરો . નદીએ નાહવા જવાની જરૂર નથી . ’ ’ મેના સાસુની નારાજગી સમજી ગઈ . તે મૌન રહી . તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો . મણીબહેન રોજ સવારે વહેલા ઊઠી નદીએ સ્નાન કરવા જતાં . નદીએ સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કરતા . કથા – વાર્તા ચાલતી હોય , ત્યાં બેસી કથા – વાર્તા સાંભળતા . બ્રાહ્મણને દાન – દક્ષિણા આપતા . આ બાજુ મેના પણ સવારે વહેલી ઊઠતી . નિત્ય નિયમ મુજબ સ્નાન કરતી . તે સ્નાન સમયે “ હે પુરુષોત્તમ ભગવાન !

મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો . ‘ ‘ આટલું કહી નાહતાં નાહતાં ‘ હે પુરુષોત્તમ ભગવાન , હે પુરુષોત્તમ ભગવાન કહ્યા કરતી . તેણે દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાનીશી મૂર્તિની સ્થાપના કરી . તે દરરોજ ધૂપ , દીપ , પુષ્પ આદિ સમર્પી તેમની સ્તુતિ કરતી , આરતી કરતી . મેના અધિક માસમાં કથરોટમાં બેસીને સ્નાન કરતી હતી . તેણે એક કહેવત સાંભળેલ કે ‘ મન ચંગા તો કથરોટમાં ગંગા ’ તે ન્યાયે દરરોજ કથરોટમાં બેસીને સ્નાન કરતી . લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય ને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી જાય . એક દિવસ મણીબહેન નદીએ સ્નાન કરવા ગયેલ . ત્યાં નાહતાં નાહતાં તેમની કાનની ચૂની પાણીમાં ગઈ . તે ચૂની શોધવા તેમણે ઘણી મથામણ કરી , પણ કંઈ હાથ લાગી નહિ .

છેવટે કંટાળીને નિરાશ વદને ઘેર આવ્યાં . હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નાહી રહી હતી , ત્યાં તેની નજરે કાનની ચૂની પડી . તેણે તે લઈને ઘરમાં મૂકી . મણીબહેને ઘેર આવી મેનાને પોતાની ચૂની પાણીમાં પડી ગઈ તેમ દર્શાવ્યું ત્યારે મેનાએ કહ્યું : “ હું કથરોટમાં નાહતી હતી ત્યારે કથરોટમાંથી મને એક ચૂની મળેલ છે , તે તમે રાખો . ’ ’ મણીબહેન તે ચૂની લઈ જોયું તો તે પોતાની ચૂની હતી . તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં , પણ કંઈ બોલ્યાં નહિ . પાંચેક દિવસ ગયા હશે કે નદીમાં નાહતાં – નાહતાં મણીબહેનના હાથમાંની વીંટી સરકી જઈ પાણીમાં પડી . આ વખતે પણ મણીબહેને ઘણી શોધાશોધ કરી . નાહનાર બીજા ભાવિકોને પણ વાત કરી , તેઓ પણ શોધવા લાગ્યા , પણ કોઈના હાથમાં આવ્યાં . વીંટી આવી નહિ . છેવટે થાકીને નિરાશ થઈ મણીબહેન ઘેર આ વખતે પણ મેનાને નાહતાં – નાહતાં કથરોટમાંથી વીંટી મળી . તેને વીટી જોતાં ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારી સાસુની છે . મણીબહેન ઘેર આવતાં તરત મેનાએ તે વીંટી તેમને આપતાં કહ્યું : ‘ ‘ હું કથરોટમાં નાહી રહી હતી , તેમાંથી આ વીંટી મળી છે .

’ ’ મણીબહેન વીટીને ઓળખી ગયાં . તેઓ કંઈ બોલ્યાં નહિ કે મારી વીટી પાણીમાં પડી ગઈ છે . તેમણે મનોમન વિચાર્યું : ‘ ચૂની અને વીટી નદીના પાણીમાં પડે અને જ્યારે નીકળે છે કથરોટમાં . આમાં નક્કી કંઈ ચળીતર છે . મેના મેલીવિદ્યા જાણતી લાગે છે , અગર તે ચૂડેલ હોય . આના વગર આમ બની શકે નહિ . ‘ મણીબહેનના મનમાં ગભરાટ વ્યાપ્યો . આ વહુ અમારું ધનોતપનોત કાઢી નાખશે . અમને શાંતિથી જીવવા નહિ દે . આ તો આ વાત છે , કાલે ઊઠી તેના છોકરાઓ થાય . તેને આ ભરખી જાય તો અમારા વંશનો નાશ થાય . આને માટે મારે કોઈ ઉપાય કરવો પડશે . પુરુષોત્તમ માસ પૂરો થયા પછી તેની વાત . સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો . મણીબહેને તેને મીઠું – મરચું ભભરાવીને બંને પ્રસંગની વાત કરી . દીકરો સમજુ હતો , તેથી તે કંઈ બોલ્યો નહિ . આગળ આગળ જોયું જશે તેમ તેણે મનમાં વિચાર્યું . પુરુષોત્તમ માસ પૂરો થતાં મણીબહેને ઉજવણું કર્યું . તેમણે યજ્ઞ કરાવ્યો . તેમાં ઘણા બ્રાહ્મણો , વ્રત કરનારાઓ અને સગાંસંબંધીઓને નોતર્યાં . યજ્ઞ પૂરો થતાં યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત એક ગેબી અવાજ આવ્યો :

‘ હે મણીબહેન ! તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું , યજ્ઞ કર્યો , દાન – દક્ષિણા આપી , મને સંતોષવા પ્રયત્ન કર્યો , તે ઠીક છે . પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યું છે . તેણે મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે . તેનાથી હું સંતુષ્ટ થયો છું . હું તેને આશીર્વાદ આપું છું . તેનું કલ્યાણ થશે . ’ આટલું બોલી ગેબી અવાજ બંધ થયો .

યજ્ઞમાં આવનાર બધાએ મેનાના ઘણા વખાણ કર્યા . મણીબહેનને પણ સાચી વાત સમજાઈ .

બોલો પુરુષોત્તમ ભગવાનની જય

પુરુષોત્તમ માસના આ આધ્યાય પણ વાંચો અને સાંભળો

--> આધ્યાય 1 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

--> આધ્યાય 2 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

--> આધ્યાય 3 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા |  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા

આધ્યાય 8 :  મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો  | 

આધ્યાય 8 : મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here