સુદ ૯ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય નવમો દુર્વાસાનું આગમન
અધ્યાય નવમો | ગુરુ – શિષ્યની કથા
સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હૈ મુનિશ્રેષ્ઠો ! નારદજીએ ભગવાન નારાયણને પૃચ્છા કરી કે , ‘ મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી તપોવનમાં મેઘાવતીનું શું થયું ? ’ તેના પ્રત્યુત્તરમાં ભગવાન નારાયણે જણાવ્યું કે , મેઘાવતી તપોવનમાં પોતાના પિતાને યાદ કરીને શોક કર્યા કરતી હતી . એવામાં દેવેચ્છાએ દુર્વાસા મુનિ તેના આશ્રમે આવ્યા . ET આ દુર્વાસા અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા . તે શંકરના અંશ મનાતા . તેમના ક્રોધથી કોણ અજાણ હોય ? તે કૃપા કરવામાં પણ પાછા પડતા ન હતા . નાનપણમાં કુંતા માતાએ તેમને પ્રસન્ન કરવાથી દેવોને આકર્ષણ કરનારી વિદ્યા તેમને આપી હતી .
એક વેળા તેમના ક્રોધનો ભોગ ભગવાન શ્રીકૃષ્ણ પોતે બનેલા . તેઓ ભોજન માટે દુર્વાસાને રથમાં લઈને રુક્મિણી સાથે આવી રહ્યા હતા , તે વખતે રુકિમણીને સખતે તરસ લાગતા ભગવાન શ્રીકૃષ્ણે પગના આગલા ભાગથી જમીન દબાવી પાતાળગંગાને આમંત્રી રુકિમણીની તરસ છિપાવી . આથી દુર્વાસાને પોતાનું અપમાન લાગ્યું . આથી તેમણે શ્રીકૃષ્ણને શાપ આપ્યો કે , ‘ તમારા બંનેનો વિયોગ થશે . ‘ .. આવા દુર્વાસા મુનિ મેઘાવતીને આશ્રમે પધારતા તેણે દંડવત્ પ્રણામ કરી યોગ્ય સન્માન આપ્યું . પછી કહ્યું : ‘ આપનાં દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પવિત્ર થયો છે . ‘ દુર્વાસા મુનિએ પ્રસન્ન થઈને મેઘાવતીને કહ્યું : ‘ તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે . તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું . હું નારાયણનાં દર્શન કરવાના હેતુથી બદરિકાશ્રમ જઈ રહ્યો છું . ’ આ સાંભળી મેઘાવતી અતિ હર્ષ પામી . તે બોલી : “ હે મહામુનિ ! આપનાં દર્શનથી મારો શોક દૂર થયો છે . આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં એકલી રહું છું . મારો કન્યાકાળ વીતી જાય છે , તેની મને ચિંતા છે . તો આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણિગ્રહણ કરે તેવો ઉપાય બતાવો . આ ચિંતા મને રાત – દિવસ સતાવે છે , જેથી મને ભોજન પણ ભાવતું નથી અને વિચારોમાં રાતે ઊંઘ આવતી નથી . મારું દુઃખ દૂર કરવા આપને હું પ્રાર્થના કરું છું . ’ આટલું બોલી મેઘાવતી દુર્વાસા મુનિ સામે આશાભરી મીટ માંડી હાથ જોડી ઊભી રહી . ‘ શ્રી બૃહન્નારદીય પુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ દુર્વાસાનું મેઘાવતી પાસે આગમન ’ નામનો નવમો અધ્યાય સંપૂર્ણ . હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .
ગુરુ – શિષ્યની કથા થોડા સમયથી નદીકિનારે એક ઝૂંપડીમાં ગુરુ – શિષ્ય રહે . ગુરુ જ્ઞાની અને ધર્મ – ધ્યાનમાં રચ્યા પચ્યા રહે . તેમનો શિષ્ય ગામમાં જઈ ભિક્ષા માગી લાવતો . આ ભિક્ષા વડે તેઓ પોતાનો નિર્વાહ કરતા . એવામાં પુરુષોત્તમ માસ આવ્યો . નદીએ નાહવા માટે ભાવિક ભક્તોની ભીડ થતી . આટલી મોટી સંખ્યામાં નાહવા આવતા ભાવિકોથી તેને અચંબો થયો . તેને ગુરુજીને આ માટે પૂછ્યું , ત્યારે ગુરુજીએ આજથી થતાં પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો . તેમણે શિષ્યને કહ્યું : ‘ ત્રણ વર્ષે એક અધિક માસ આવે છે , જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે . આ માસમાં જે નર – નારી વ્રત કરીને સવારે નદીએ સ્નાન કરે , કાંઠા ગોરમાનું પૂજન કરે , પુરુષોત્તમ માસના પાવન પ્રસંગોની કથા – વાર્તા સાંભળે , યથાશક્તિ દાન કરે , પુરુષોત્તમ ભગવાનની પૂજા અને ભક્તિ કરી ઉપવાસ કે એકટાણું , ધારણા – પારણા કરે , તો પુરુષોત્તમ ભગવાન વ્રત કરનારથી સંતુષ્ટ થઈ તેના મનોરથો પૂર્ણ કરે છે . ’ ’ ઃ શિષ્ય કહે : ‘ ગુરુદેવ , તમે કહ્યા મુજબ કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરી તમે બતાવેલ નીતિ – નિયમો પાળે તો ભગવાન સંતુષ્ટ થઈ શું આપે ? ’ ’ ગુરુજી કહે : “ જે કોઈ પોતાના વ્રત વડે પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ અને પ્રસન્ન કરે છે , એને સુખ – સમૃદ્ધિ મળે , તેનાં કષ્ટો દૂર થાય . પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં તેનું ઉજવણું કરવામાં આવે છે , ત્યારે બ્રહ્મભોજન વખતે પ્રભુ અવશ્ય દર્શન આપે છે . ’ ’ પુરુષોત્તમ ભગવાનના આ વ્રતના પ્રભાવે જો દર્શન થઈ શકતા હોય તો તેનાથી રૂડું શું ! તેણે તો તે સમયથી સંકલ્પ કરી વ્રત ચાલુ કરી દીધું .
તે દરરોજ વહેલો ઊઠી નદીએ સ્નાન કરી , કાંઠા ગોરમાનું પૂજન કરી , કથા – વાર્તા સાંભળી , પછી ભિક્ષાર્થે ગામમાં જતો . તેમાંથી પોતાના ભાગે આવતું અન્ન તે ભિખારીઓને આપી દેતો . ફળાહાર કે પાણી વડે તે ઉપવાસ ખેંચી કાઢતો . આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો . તેને ભગવાનનાં દર્શનની તાલાવેલી લાગી હતી . તેણે ઉજવણામાં અગિયાર બ્રાહ્મણોને જમવા બોલાવ્યા . તેની પાસે થોડીક પૂંજી હતી , તેનાથી તે ગામમાંથી સીધુ – સામાન લઈ આવ્યો . રસોઈ તૈયાર થઈ ગઈ હતી . તેની ઝૂંપડીએ બ્રાહ્મણો આવવા શરૂ થયા હતા . તે ઝૂંપડી બહાર ‘ ભગવાન હમણાં આવશે અને મને દર્શન દેશે ’ એ આશાએ ઊભો હતો . આવનાર બ્રાહ્મણો ગુરુજી પાસે બેસી જ્ઞાનગોષ્ઠિ કરી રહ્યા હતા . આ સમયે એક ભિખારી ત્યાં આવ્યો . તેનું શરીર કૃશ હતું . મેલાઘેલાં વસ્ત્રો પહેર્યા હતાં . ચીથરા જેવા વાળ હતા . તેના મોં ઉપર માખીઓ બણબણતી હતી . તેનો દેદાર એવો હતો કે તને જોઈને કોઈને પણ સૂગ ચઢે . તે ભિખારી શિષ્ય પાસે જઈને કહેવા લાગ્યો : “ હું ચાર દિવસનો ભૂખ્યો છું . મને ચાલવાના પણ હોંશ નથી . મને કાંઈક ખાવાનું આપો , જેથી મારી ભૂખ સંતોષાય . ’ . શિષ્ય ભગવાનનાં દર્શનની ઉત્સુકતામાં એટલો બધો રત હતો કે ભિખારીએ દર્શાવેલ બીના તરફ તેણે લક્ષ આપ્યું નહિ . ભિખારીએ ફરીથી આજીજી કરતાં તેનું લક્ષ ભિખારી તરફ ખેંચાયું . ભિખારીના દેદારથી તેને સૂગ ચઢી અને ત્યાંથી ચાલ્યા જવા જણાવ્યું . છતાં વારંવાર ભિખારી યાચના કરતો રહ્યો , જેથી તેનાથી કંટાળી શિષ્યે તેને લાકડીથી માર મારી દૂર તગેડી મૂક્યો . બધા બ્રાહ્મણો આવી જતાં , તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને યથાશક્તિ દાન – દક્ષિણા આપીને ઝૂંપડીના દ્વાર ઉપર ભગવાનનાં દર્શનની આશાએ ઊભો રહ્યો .
આમ કેટલોય સમય વીતવા છતાં ભગવાનનાં દર્શન ન થઈ શકવાને લીધે તે ગુરુજી પાસે ગયો અને જણાવ્યું : ‘ તમે કહેલ તે મુજબ મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું . આજે છેલ્લા દિવસે બ્રહ્મભોજન પણ કરાવ્યું , છતાં હજુ સુધી ભગવાને મને દર્શન આપ્યાં નથી . હું ક્યારનો તેમનાં દર્શનની રાહ જોતો જમ્યા વગર ઊભો રહ્યો છું . ’ ’ ગુરુજી બોલ્યા : “ હે શિષ્ય , એ શક્ય નથી . ભગવાન અવશ્ય આવશે . કદાચ તું ભગવાનને ઓળખી શક્યો નહિ હોય ! ’ ’ શિષ્ય બોલ્યો : “ હે ગુરુજી , હું ક્યારનો એ જ ધ્યાન રાખું છું , પણ અહીં કોઈ આવ્યું નથી . એક ગંદો ભિખારી આવીને કચકચ કરતો હતો , તેથી મેં તેને લાકડીનો માર મારીને ભગાડી મૂક્યો . ’ 37 ગુરુ જ્ઞાની હતા . તે સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે અહીં આવ્યા હશે . શિષ્ય તેને ઓળખી શક્યો નહિ હોય . ગુરુજીએ તરત સમાધિ લગાવીને જોયું તો તેમને ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન જ ભિખારી સ્વરૂપે આવ્યા હતા . ગુરુજી બોલ્યા : “ હે શિષ્ય , ભિખારીના રૂપમાં ભગવાન સ્વયં આવ્યા હતા . તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહિ . ” શિષ્ય બોલ્યો : “ હે ગુરુદેવ , હું મૂર્ખ નથી કે ભગવાનને માર મારું . મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી તૈયારી કરી રાખી છે , પણ ભગવાન આવ્યા જ નથી . ,, : શિષ્યને ગળે આ વાત ન ઊતરી , ત્યારે શિષ્યને ખાતરી કરાવવા ગુરુજીએ દીનભાવે અને શ્રદ્ધાથી પ્રાર્થના કરી : “ હે પુરુષોત્તમ ભગવાન ! તમે ભિખારીના સ્વરૂપે આવી આ શિષ્યને ખરા સ્વરૂપનાં દર્શન કરાવ્યા વિના જતા રહો , તેનાથી તેની શ્રદ્ધા તૂટી જશે . તેના બધા અપરાધ ક્ષમા કરી તેને દર્શન આપો કૃપાનાથ . ’ ગુરુજીની પ્રાર્થનાથી તરત પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા .
તેમના તેજનો પાર નહોતો . અનુપમ રૂપ હતું , છતાં તેના શરીર ઉપર લાકડીની મારના સોળ ઊઠેલા હતા . ભગવાનના શરીર ઉપર લાકડીના સોળ જોઈને શિષ્ય તરત તેમનાં ચરણોમાં ઢળી પડ્યો અને પોતાની થયેલ ભૂલ બદલ વારંવાર માફી માગવા લાગ્યો . ભગવાન બોલ્યા : “ હે મૂરખ શિષ્ય , મારાં સ્વરૂપ અનેક છે . હું ક્યારે કયા સ્વરૂપે પ્રગટ થાઉં , એ કોઈ જાણી શકતું નથી . એથી જે જીવ ઉપર દયા રાખે , એ જ મને પામી શકે છે . માટે આજથી કોઈ ભિક્ષુક પણ તારા આંગણે આવે , તો તેને આદર સાથે ભોજન કરાવજે , તેને ધુત્કારી કાઢીશ નહિ . ’ ’ આટલું કહી ભગવાન અંતર્ધાન થઈ ગયા . બોલો પુરુષોત્તમ ભગવાનની જય
--> આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો
આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો
--> આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો
આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો
--> આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો
આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો
આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો
આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો
આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો
આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો
આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો
આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો
આધ્યાય 7 : મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા | પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો
આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા
આધ્યાય 8 : મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો |
આધ્યાય 8 : મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો
આધ્યાય 9 : દુર્વાસાનું આગમન | ગુરુ - શિષ્યની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો |
આધ્યાય 9 : દુર્વાસાનું આગમન | ગુરુ – શિષ્યની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો