Home પુરુષોત્તમ માસ પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 10 | પુરુષોત્તમ માસ નીવાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 10 | દુર્વાસા – મેઘાવતી સંવાદ | ગંગાસ્નાનની કથા

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 10 | પુરુષોત્તમ માસ નીવાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 10 | દુર્વાસા – મેઘાવતી સંવાદ | ગંગાસ્નાનની કથા

0
પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 10 | પુરુષોત્તમ માસ નીવાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 10 | દુર્વાસા – મેઘાવતી સંવાદ | ગંગાસ્નાનની કથા

સુદ ૧૦ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય દશમો દુર્વાસા – મેઘાવતી સંવાદ

અધ્યાય દશમો 10 ગંગાસ્નાનની કથા

સૂત બોલ્યા : “ હે મુનિશ્રેષ્ઠો ! નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું હતું તે તમને કહું છું તે સાંભળો . મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળી તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું : ‘ આજથી ત્રીજે મહિને પુરુષોત્તમ માસ આવે છે . આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થસ્તાનમાં સ્નાન કરે તો બ્રહ્મહત્યાથી તે મુક્ત બને છે . બીજા બધા મહિના , પખવાડિયાં કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી . તેથી તું આ માસમાં વ્રત , પૂજન , દાન વગેરે કરજે . હું પણ આ પુરુષોત્તમ માસ સેવું છું . ’ પોતાનો એક દાખલો આપતાં દુર્વાસાએ જણાવ્યું કે , ‘ એક વખત અંબરીષ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી . તે વેળા શ્રીહરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું , પણ પુરુષોત્તમ માસના સેવનના લીધે હું તેમાંથી ઊગરી ગયો હતો . એટલે મારી તો તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું સેવન કર . દુર્વાસા મુનિનાં આ વચનો દુર્ભાગ્યવશ મેઘાવતીને ન ગમ્યાં . તેણે કહ્યું : ‘ હે મહામુનિ , બીજા મહિનાઓને હલકા કેમ ગણો છો ? ઉપરાંત પૃથ્વી પર સૂર્ય , શંકર , ગણપતિ , જગદંબા આદિ દેવ – દેવીઓ મન – વાંચ્છિત ફળ આપનાર છે . હું તો શ્રીરામ અને શંકર ભગવાનને શ્રેષ્ઠ માનું છું . હું રાત – દિવસ તેમનું ધ્યાન ધરું છું . એ મારાં દુઃખો નહિ કાપે ? આપ પુરુષોત્તમ માસનાં આટલાં બધાં વખાણ કેમ કરો છો ? ‘

મેઘાવતીનાં આ વચનો સાંભળીને દુર્વાસા મુનિ ક્રોધથી લાલચોળ થઈ ગયા , છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને તેમણે શાપ આપ્યો નહિ . તેમણે વિચાર કર્યો કે , આ બાળક બુદ્ધિ છે . તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી . વળી તે શોકમાં ડૂબેલી છે , એટલે તે મારા શાપને સહન કરી શકશે નહિ . તેમણે દયા લાવી કહ્યું : “ હે ભાગ્યહીન છોકરી ! તું મારા મિત્રની પુત્રી છે , તું સારાસાર સમજી શકતી નથી , તેનું મને દુઃખ છે . તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે , તે ઠીક નથી કર્યું . હું તો બદરિકાશ્રમ જાઉં છું . તારું કલ્યાણ થાઓ . પણ શુભ કે અશુભ , જે થવાનું હોય છે , તેને કોઈપણ ટાળી શકતું નથી . ’ ’ દુર્વાસા મુનિ તો જતા રહ્યા . પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાને કારણે , તે મુનિકન્યા ઝાંખી પડી ગઈ . લાંબો સમય વિચાર કર્યા પછી તેણે ભગવાન શંકરનું આરાધન શરૂ કર્યું . કેમકે તે માનતી હતી કે ભગવાન શંકર તત્કાળ ફળ આપનાર છે . ‘ શ્રી બૃહશારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ દુર્વાસા મેઘાવતી સંવાદ ’ નામનો દશમો અધ્યાય સંપૂર્ણ . હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ . ગંગાસ્નાનની કથા એક ગામ હતું . તેમાં બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહે . દીકરો મોટો થતાં બ્રાહ્મણે તેને પરણાવ્યો . તેની વહુ આવી , એટલે બ્રાહ્મણે દેવદર્શન , પૂજા – પાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપ્યું . કર્મકાંડને કારણે બ્રાહ્મણ પાસે બે પૈસાની મૂડી થઈ હતી . તે જરૂરિયાતવાળા ખેડૂતને પૈસા ધીરતો . ખેડૂત પાક પાકતાં , તે વેચી બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી પરત કરતો . બ્રાહ્મણે એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવી ઘેર આવ્યો , ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર રાખી નહોતી , આથી બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો .

વહુ જરા મિજાજવાળી હોવાથી તેણે તો કોઈને કહ્યા વગર પિયર ચાલતી પકડી . બ્રાહ્મણનો દીકરો ઘેર આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી . તેને પણ થયું કે ભલે ગઈ તેના પિયર , ચાર દિવસ રહી તે તેની મેળે અહીં આવી જશે . એક કરતા પુરુષોત્તમ માસ નજીક આવ્યો . બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું : “ દીકરા , બે દિવસ પછી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે . હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું . તારી મા હતી એટલે મને કાંઈ વાંધો આવતો નહોતો . હવે તારી મા નથી . આ વખતે મારે વ્રત હશે . નદીએ કથા – વાર્તા કહેવા રોકાવું પડશે , કર્મકાંડનું કામ પણ ચાલુ રહેશે ; એટલે એકટાણું – ભોજન બનાવવાની તકલીફ રહેશે . તું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવ , જેથી તે ઘરનું કામકાજ સંભાળશે , તો હું શાંતિથી પુરુષોત્તમ માસનું વ્રત અને ભક્તિ કરી શકીશ . ’ ’ દીકરો તો તૈયાર થઈને સાસરે નીકળ્યો . રસ્તામાં એક ખેતર આવ્યું . ખેતરમાં મજાનો પાક થયો હતો . સરસ મજાના પાકને જોઈને તેનું દિલ ઠર્યું . ત્યાં તેની નજર ખેતરમાં ચરતી ગાય પર પડી . તરત તેને યાદ આવ્યું કે આ ખેતર તો ધનજી પટેલનું છે . ધનજી પટેલને પોતાના પિતાએ પૈસા ધીર્યા હતા , આ વાતની તેને ખબર હતી . ગાયને ચરતી જોઈને તે વિચાર કરવા લાગ્યો કે ‘ આ કોઈ ભટકેલ ગાય પેસી ગઈ હશે . રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે . જો આ રીતે આવા હરાયા ઢોર ઊભો પાક ચરી જાય , પછી ખેડૂત ખાય શું અને પૈસા ક્યાંથી ભરે ? પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ આ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ . ’ બ્રાહ્મણનો દીકરો હજુ આવો વિચાર કરે છે ત્યાં તો ધનજી પટેલ આવી પહોંચ્યો . તેણે તરત ચાડી ખાધી : “ પટેલ આ ગાય

રોજ આવીને ચરી જતી હશે . આજ તો મારી મારીને ખો ભુલાવી દો . પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ . પાક વેડફાઈ જશે તો પૈસા કેવી રીતે બચશે ? ’ ’ ધનજી પટેલના હાથમાં લાકડી હતી , એટલે એમણે તો ચરતી ગાયને ધબોધબ ધીબવા માંડી . ગાય મારને કારણે મરણતોલ દશામાં બેસી પડી . તે હવે ઘડી – બે – ઘડીની મહેમાન હતી . મરતાં પહેલાં ગાયને વાચા આવી . તેણે બ્રાહ્મણના દીકરાને શાપ આપ્યો : “ બ્રાહ્મણપુત્ર ! તે મારી વિરુદ્ધ ખોટી ભંભેરણી કરીને મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો , અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જવાની છું . હવે તારા કર્મના ફળરૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ . ’ ’ આ શાપ સાંભળીને બ્રાહ્મણના દીકરાને પરસેવો વળી ગયો , તે ગભરાયો . આ તો ગાય માતાનો શાપ ! કોઈ કાળે મિથ્યા ન થાય . તે તો ગાયનાં ચરણોમાં ઢળી પડ્યો ને કરગરવા લાગ્યો : ‘ ‘ હે ગાયમાતા ! મારાથી અક્ષમ્ય અપરાધ થયો છે . મને ક્ષમા કરો . મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું , પણ આ શાપમાંથી હું ક્યારે અને કઈ રીતે મુક્ત થઈશ એટલું તો કહેતા જાવ . ’ ’

ગાય બોલી : “ તું તારે સાસરે જઈશ , ત્યાં તું ગધેડો બની જઈશ . હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડી છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીમાં સ્નાન કરાવે , પોતે સ્નાન કરે અને તને ખવડાવીને એકટાણું કરે , તો તેના પુણ્યપ્રભાવે તું ગધેડામાંથી પાછો અસલ રૂપમાં આવી જઈશ . ’ ’ GE આટલું કહ્યા પછી ગાય તો મરી ગઈ . બ્રાહ્મણપુત્ર ભાંગેલા પગે સાસરે ગયો . તેને ઢીલો જોઈને સાસરી પક્ષવાળા રાજી થયા . તેઓએ માન્યું કે , હવે કેવા ઢીલા થઈને તેડવા આવ્યા છે ! બ્રાહ્મણપુત્રે ગાયના બનાવની બધી વાત પોતાની પત્નીને કરી . તેનો શાપ અને તે શાપમાંથી મુક્ત કેમ થવાય , તેનો ઉકેલ બધું જણાવ્યા પછી તે તરત ગધેડો થઈ ગયો . વહુ ધર્મનિષ્ઠ હતી . એ ગધેડાને લઈને સાસરે આવી . પુરુષોત્તમ માસ શરૂ થતાં જ તે રોજ સવારે ગધેડાને લઈને ગંગા નદીમાં સ્નાન કરાવે , પછી પોતે સ્નાન કરી વાર્તા સાંભળે . ગધેડાને ખવડાવીને ખાય . લોકો આ બધું જોઈને ઠઠ્ઠા – મશ્કરી કરે . પણ વહુ તો એ ભલી અને એનું વ્રત ભલું . આવી રીતે રોજ વહુ ગધેડાને ઈ નદીએ જાય , તેને નવડાવે , પોતે નાહી લે . આ વાત ત્યાંના રાજાને કાને ગઈ , રાજાએ સિપાઈઓ મારફત ગધેડાને પકડી મંગાવ્યો .

વહુ તો રડતી રડતી રાજા પાસે તેમના મહેલે ગઈ . રાજા ઝરૂખામાં ઊભા હતા . બહાર ગધેડો બાંધેલ હતો . વધુ તો ગધેડા પાસે ગઈ અને તેના શરીર ઉપર હાથ ફેરવવા લાગી , પછી રાજાને ઉદ્દેશીને કહ્યું : ‘ ‘ મહારાજ ! મારો ગધેડો મને પાછો આપો , તેને નવરાવી તેમજ ખવડાવી પછી મારે જમવાનું ીમ છે . ’ ’ રાજા કહે : “ તું નદીએ જઈ ગધેડાને નવડાવે , તેથી ગંગ નદીનું પાણી ખરાબ થઈ જાય છે . ગંગા નદીમાં બધા જ લોકો હાય છે . આ પુરુષોત્તમ માસ છે , એટલે નાહનારની સંખ્યા અધિક છે . તેમાં તું આ ગધેડાને નવરાવે તે યોગ્ય નથી . ’ ’ વહુ બોલી : “ હે મહારાજ ! મારો આ ગધેડો સામાન્ય ગધેડો નથી , પણ દેવતાઈ છે . એનું સાચું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારે ઘેર આવજો . ‘ ‘ રાજાના દિલમાં દયા આવી . તેમણે ગધેડો વહુને સોંપી દીધો . નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને નવડાવી – ખવડાવીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો . હવે તે ગાયમાતાના શાપમાંથી મુક્ત થવાની તૈયારીમાં હતો . વહુએ ગંગાજળનો લોટો ભરી લાવી ગધેડા પાસે ઊભા રહી પ્રાર્થના કરવા લાગી : “ હે પુરુષોત્તમ ભગવાન ! જો મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય તો ગાયમાતાના શાપમાંથી મારા પતિને મુક્ત કરી અસલ સ્વરૂપ પાછો આપો .

’ ’ આટલું કહી તેણે ત્રણ વાર જળ તેના ઉપર છાંટ્યું , જેથી તેનો પતિ અસલ સ્વરૂપમાં આવી ગયો . બીજા દિવસે રાજા – રાણી વહુને ઘેર આવ્યાં . તેમણે કોઈ સાથે વાતો કરી રહી આજુબાજુ નજર કરી તો યુવાન હતી , તે જોયું . વહુની નજર રાજા – રાણી ઉપર પડતાં તે તરત ઊભી થઈ રાજા – રાણી પાસે જઈ નમન કરવા લાગી . પછી પોતાના પતિને પણ રાજા – રાણીને નમન કરવા કહ્યું . છેવટે વહુએ બધી વાત કરી . પુરુષોત્તમ માસના વ્રત – સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણી રાજા – રાણીએ પણ આજીવન પુરુષોત્તમ વ્રત રાખવાનો સંકલ્પ કર્યો , ગામલોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ આસ્થા અને શ્રદ્ધા બેઠી . ગંગાજળ સમ જળ નહિ , જે પાપ બધાનાં ધોય પતિતને પાવન કરે , જે સ્નાન કરતા હોય બોલો પુરુષોત્તમ ભગવાનની જય

⏯️આંબુડું જાંબુડું ગીત ગુજરાતીમાં | ambudu jambudu in gujarati lyrics | gormanu git |

👉 ગોરમાનું ગીત સંભાળવા અહી ક્લિક કરો

પુરુષોત્તમ માસ મહિમાવલી |108 manka | purushotam Mass mahimavali | ૧૦૮ મણકાની માળા

👉 ગોરમાનું ગીત વાંચવા અહી ક્લિક કરો

👉 પુરુષોત્તમ માસ મહિમાવલી | purushotam Mass mahimavali | ૧૦૮ મણકાની માળા | lyrics in gujarati

--> આધ્યાય 1 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

--> આધ્યાય 2 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

--> આધ્યાય 3 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 :  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા |  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો 

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો મળમાસ પુરુષોત્તમ માસ | ઉમાંમાની વાર્તા

આધ્યાય 8 :  મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા  પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો  | 

આધ્યાય 8 : મુની મેઘાવી | સાસુ વહુની વાર્તા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 9 :  દુર્વાસાનું આગમન | ગુરુ - શિષ્યની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો  | 

આધ્યાય 9 : દુર્વાસાનું આગમન | ગુરુ – શિષ્યની કથા પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here